લોકસભાની સામાન્ય ચૂંટણી ના મતદાન માટે પાદરા વિધાન સભા વિસ્તારમાં ચૂંટણી વિભાગ ધ્વારા તડામાર તૈયારીઓ પૂર્ણ પોલિંગ બુથ પાર્ટીઓ રવાના
======
પોલિંગ સ્ટાફ,EVM મશીન, જરૂરી સાહિત્ય સાથે વિશેષ વાહન સાથે રવાના
===========
પોલીસ, હોમગાર્ડ, સરકારી સ્ટાફ, શિક્ષકો
ને અલગ ગામોમાં જરૂરી જવાબદારીઓ સોંપવામાં આવી
=============
લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ગુજરાતમાં 7મેં નાં રોજ મતદાન થવાનું છે ચૂંટણી નિષ્પક્ષ અને સ્વતંત્ર રીતે યોજાય તે માટે ચૂંટણી પંચે તમામ આયોજન કર્યુ છે તેનાં ભાગ રૂપે છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારમાં પાદરા વિધાન સભા મત વિસ્તાર ની સંપુર્ણ વ્યવસ્થા એમ કે અમીન કોલેજ ભવન અને કંપાઉન્ડ તથા પીપીશ્રોફ
ખાતે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે જેમાં ચૂંટણી અઘિકારી તરીકે નાયબ કલેકટર રાજેશ ભાઈ ચૌહાણ સંપુર્ણ આયોજન અને વ્યવસ્થા ઉપર ધ્યાન આપી રહ્યાં છે
જેમાં પાદરા વિધાનસભા મત વિસ્તાર માં કુલ 241બુથ છે જેમાં કુલ 32. રૂટ માં વ્યવસ્થા ઊભી કરવામાં અવી છે
જેમાં ફૂલ સ્ટાફ સમગ્ર કામગીરી કરી રહેલ છે
સમગ્ર મતદાન પ્રક્રિયા કાયદો અને વ્યવસ્થા સાથે શાંતિ પૂર્વક યોજાય તે માટે પોલીસ વિભાગ ધ્વારા પણ ધનિષ્ઠ આયોજન કરવામાં આવ્યું છે