બરોડા ડેરીની નિયામક મંડળ ની જાહેર થયેલી ચૂંટણીમાં ઝોન ૧ મા બરોડા ડેરી ના માજી ચેરમેન દિનુમામા એ ફોર્મ ભર્યું
હું હવે ધારાસભ્ય ની ચૂંટણી લડવાનો નથી _ અને બરોડા ડેરી ની આ મારી છેલ્લી ચૂંટણી છે તો મારી ગાડીમાં બેસવાનું ચૂકશો નહીં દિનુમામા એ કરેલી જાહેરાત
બરોડા ડેરીની ચૂંટણી પહેલા
દિનુમામાંનું પાદરાના પોતાના ફાર્મ હાઉસ ઉપર ફોર્મ ભરીને પાછા ફરી શક્તિ પ્રદર્શન… કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં પોતાના સમર્થીત કાર્યકરો ગામડાની ડેરીના સભાસદો, ડેરીના પ્રમુખ , મંત્રીઓ , પાદરા એપીએમસી ના સભાસદો, કોંગ્રેસ ના હોદેદારો મિત્ર મંડળ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
સભા દરમિયાન દિનુમામાંએ ભર્યો હુંકાર… ભર્યો હતો અને હવે
જાહેર મંચ પરથી દિનુમામાં એ કહ્યું બરોડા ડેરીની છેલ્લી ચૂંટણી… હવે ચૂંટણી નહિ લઢુ…
વિધાસભાની ચૂંટણી પણ નથી લઢવાની જાહેરાત કરી હતી પરતું ” મરતે દમ તક પાદરા તાલુકાની સેવા કરીશ”
સાથે પશુપાલકો ના હિત ની પણ વાત કરી…
આ પાદરાની સભામાં મોટી સંખ્યામાં ડેરી અને મતદારો સાથે APMC ડિરેક્ટરો તેમજ સરપંચો અને સમર્થકો રહ્યા હાજર.. અને.
ચૂંટણી માં તેઓ એ ઉમેદવારી નોંધાવી છે જેમાં નિશાન મીણબત્તી અથવા તો ટોર્ચ (બેટરી) નિશાન માગ્યું છે, સાથે મંચ પર થી જણાવ્યું હતું કે મીણબત્તી અને ટોર્ચ એટલે રાખી છે કે તાલુકામાં અંધારું ના થાય… આમ દિનુમામા આ વખતની ચૂંટણીમાં આરપારની કરવાના મૂડમાં હોય તેમ દેખાય રહ્યું છે
માતૃરક્ષા ન્યૂઝ ગોપાલ ચાવડા
બરોડા ડેરીની નિયામક મંડળ ની જાહેર થયેલી ચૂંટણીમાં ઝોન ૧ મા બરોડા ડેરી ના માજી ચેરમેન દિનુમામા એ ફોર્મ ભર્યું



