- ગોપાલ ચાવડા, પાદરા , વડોદરા
=================
નેશનલ ગેમ્સ ના આયોજન પૂર્વે લોકો માં રમતોત્સવ વિશે જાગૃતિ ફેલાય અને ખેલ દિલી ની ભાવના જાગે તે હેતુ થી ગ્રામ સ્વરાજ (ઉ.બુ) વિદ્યાલય જલાલપુરા માં રમતોત્સવ નું આયોજન કરાયું.
==================
વડોદરા જિલ્લાની શ્રેષ્ઠ શાળા એવોર્ડ વિજેતા અને પાદરા તાલુકા ની એક માત્ર n
N.C.C આર્મી યુનિટી ધરાવતી ગ્રામ સ્વરાજ (ઉ.બુ) વિદ્યાલય જલાલપુરા માં આજ રોજ તા.૧૬/૯/૨૦૨૨ ને શુક્રવાર ના દિવસે રમતોત્સવ નું આયોજન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમ માં વડુ પોલીસ સ્ટેશન વડુ ના પોલીસ ઇન્સ્પેક્ટર વિ.એમ.ટાંક તેમજ હર્ષિલ પ્રજાપતિ અને પારસ ભાઈ રાજપૂત સદર કાર્યક્રમ માં ઉપસ્થિત રહ્યા હતાં.
વડુ પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વિ.એમ.ટાંક નુ ગ્રામ સ્વરાજ (ઉ.બુ) વિદ્યાલય ના આચાર્ય શ્રી રમણ ભાઈ લિંબચીયા એ ભારતીય સંસ્કૃતિ ની પરંપરા મુજબ શાલ અને પુષ્પહાર થી સ્વાગત કર્યું હતું.ત્યારબાદ શાળા ના આચાર્ય એ શાળા નો પરિચય તેમજ મહેમાનો નો પરિચય આપ્યો હતો.
પોલીસ ઇન્સ્પેક્ટર વિ એમ ટાંક એ વિદ્યાર્થી ઓ ગેમ માં રમતો માં પ્રોત્સાહિત કરવા માટે તેમનાં જીવન માં મેળવેલ સિધ્ધિ તેમજ તેમના જીવન માં બનેલ પ્રસંગો ની ચર્ચા કરી હતી.જીવન માં મેહનત નું ઘણું મહત્વ હોય છે. કરેલું કર્મ ક્યારેય નિષ્ફળ જતું નથી. જિંદગી માં ક્યારેય નાસીપાસ ના થવું.જીવન માં વર્ષે બગડે છે પણ જીંદગી બગડતી નથી.જીવન ને માણવા માટે આત્મા સંતોષ અને આત્મબળ કેરવવાની જરૂર છે.તે ઉપરાંત તેમને તેમના ડીપાર્ટમેન્ટ ની કામગીરી વિશે ની પન સમજ આપી. શાળા ના આચાર્ય રમણ ભાઈ લિંબચીયા એ તેમનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.