પાદરા ગોપાલ ચાવડા
===========
પાદરા નાં ભાજપ નાં યુવાન નેતા અને નગર પાલિકાના , તથા APMC નાં માજી ઉપપ્રમુખ સચિન ગાંધી ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા ને સાથે રાખી પોતાનો જન્મ દિવસ સેવા યજ્ઞ દિવસ, મનાવી પ્રેરણા પૂરી પાડી
============વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત શ્રી રામ કુમાર છાત્રાલય માં છાત્રાલય માં બાળકો વચ્ચે જઈને જન્મ દિવસ મનાવ્યો
==============
બાળકો ને સ્કૂલ યુનિફોર્મ આપી આનંદ વ્યક્ત કર્યો
=============
મોટી સંખ્યામા પાલીકાના સદસ્યો, સામાજીક કાર્યકરો ઉપસ્થિત રહી જન્મ દિવસ ની શુભ કામનાઓ પાઠવી
=============
પાદરાના APMC , અને નગર પાલિકા નાં માજી ઉપપ્રમુખ સચિન ગાંધીનો ગુરુપૂર્ણિમા એ જન્મ દિવસ હોઇ અનોખી રીતે ઉજવણી કરવાનું નક્કી કર્યુ જેમાં પાદરામાં વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત ભારતીય જન સેવા સંસ્થાન સંચાલિત શ્રી રામ કુમાર છાત્રાલય ખાતે સોમવારે બપોરે 4 કલાક બાદ છાત્રાલય ખાતે ધારાસભ્ય ચૈતન્ય સિહ ઝાલા, નગર પાલિકા પ્રમુખ મયુર દવજ સિહ ઝાલા, પાદરા ભાજપ પ્રમુખ કૌશિક પટેલ , સહિત પાલીકાના સદસ્યો સામાજીક કાર્યકરો, અને શ્રી રામ કુમાર છાત્રાલય ના બાળકો ની ઉપસ્થિતિમાં પોતાનો જન્મ દિવશ સેવા સમર્પણ નાં ભાવ સાથે ઉજવ્યો હતો જેમાં દીપ પ્રાગટ્ય કરી બાળકો દ્રારા સહુ મહેમાનો નુ ફૂલ હાર દ્રારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને કેક કાપીને તમામ બાળકો નેસચિન ભાઈ ગાંધી દ્રારા તમામ બાળકોને સ્કૂલ ગણવેશ અર્પણ કર્યો હતા જેમાં ધારાસભ્ય દ્રારા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં
આ પ્રસંગ કૌશિક ભાઈ દરજીના સુપુત્ર દ્રારા વિદ્યાર્થીઓને લેશન બોર્ડ આપ્યાં હતાં જયારે કલ્પેશ ગાંઘી, માં શકિત મિનરલ દ્રારા 3પાણીના જગ આપ્યાં હતા, રાજુભાઈ ઝુમરી દ્રારા બે પાણીના જગ આપતા તેવો નું સન્માન કરવામાં આવ્યું હતુ
અંતે જીગર પંડ્યા દ્રારા સહુનો આભાર માન્યો હતો સમગ્ર કાર્ય ક્રમનું સંચાલન ગોપાલ ચાવડા યે કર્યુ હતું.
જેમાં મુકેશ સોની, ઘનશ્યામ ગાંઘી, રાજુ જોષી, ગિરીશ પંચાલ, સુરેશ કાકા પટેલ, સુમન ગાંઘી,ગૃહ પતિ રમેશ રાઠવા, વગેરે કાર્યકર્તાઓ વ્યવસ્થામાં સહભાગી થયાં હતાં
જયારે ત્યાર બાદ સહુ અગ્રગણ્ય સચિન ગાંધી સાથે અંબાજી તળાવ ખાતે કુંવારિકાઓ ને બાળાઓને ફ્રુટી અર્પણ કર્યુ હતું