વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પ્રસંગે પાદરામાં અફીણ વાળાનો ખાચો વેપારી મંડળ ચોકસી મહાજન મંડળ અને જૈન અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિસદ ના સંયુક્ત ઉપક્રમે રકતદાન શિબિર યોજાઇ જેમા મોટી સંખ્યામાં યુવાન વેપારીઓએ રકતદાન કર્યુ હતું વડોદરાની ઇન્દુ વોલ્યન્ટરી બ્લડબેંક નાં સહયોગ થી પાદરા જૈન દિગંબર વાડીમાં 17 સપ્ટેમ્બર નાં રોજ સવારે , 9 કલાકે શિબિરનો પ્રારંભ કરાયો હતો જેમા સમાજના જરૂરિયાત લોકો ને બીમારીમાં ઉપયોગ કરી શકે તે માટેઆ શિબિર યોજાઇ હતી આ પ્રસંગે અગ્રણી સોના ચાંદીના વેપારી સુધીર ચોકસી , નિકુંજ સાહ, કિરીટ ગાંધી, ઋષિ સાહ, જૈન અગ્રણી ભાસ્કર ભાઈ સાહ, જયેશ ભાઈ વૈદ્ય, યતીન સોની વગેરે કાર્યકર્તાઓ યે સમગ્ર કાર્યક્ર્મસફળ કરવા મહેનત કરી હતી