ગોપાલ ચાવડા
પાદરા પંથકમાં શ્રદ્ધા ભક્તિ સાથે માઈ મંદિરોમાં નવરાત્રીનો પ્રારંભ
_________________________________________
પાદરા શહેર તાલુકામાં શારદીય નવરાત્રિ નો શ્રધ્ધા ભક્તિ સાથે માઈ મંદિરોમાં પ્રારંભ થયો છે મંદિરોને સુંદર રોશની કરવામા આવી છે મંદિરોને સુશોભન કરવામા આવ્યું છે મુખ્ય કાર્યક્રમ તુળજા ભવાની મંદિર રનું ખાતે પ્રથમ દિવસે ઘટસ્થાપન કરીને પૂજા અર્ચના કરે નવરાત્રિનો પ્રારંભ થયો હતો તેજ પ્રકારે પાદરા અંબાજી મંદિર, ગાયત્રી મંદીર , લીલાગરી મંદીર ઝંડા બજાર વાઘેશ્વરી મંદિરે , ખત્રી મહારાજ અંબાજી મંદિરે , વિધિ વિધાન સાથે માં ની આરાધના , પૂજા, અર્ચના અને અનુષ્ઠાન વગેરે કાર્યક્રમો નો પ્રારંભઃ થયો હતો જેમા વહેલી સવારથીજ માઈ ભક્તો મંદીરોમાં દર્શન માટે ઉમટ્યા હતા તમામ મંદિરોમાં ભક્તો માની સ્તુતિ કરીને પોતાની મનોકામનાઓ પૂરી કરવા પ્રાર્થનાઓ કરી રહ્યાં હતાં
કોરોના બાદ પ્રથમ નવરાત્રિએ કોઇ પણ પ્રકારના નિયંત્રણો ન હતાં જેથી લોકોમાં આનંદ છવાયો હતો જે નવ દિવસ સૂધી આરાધના નું પર્વ ચાલશે જેનો શ્રધ્ધાળુઓમાં આનંદ છે