Breaking News

વિશ્વ હિન્દુ પરિષદ અખિલ ભારતીય સેવા બેઠક શિરિયાપાલી, આશ્રમ, ઝાસુગુડા,ઉડીશા ખાતે ,17,18 જૂન યોજાઇ

 

 

 

 

ગોપાલ ચાવડા, ઓરિશા, ઝાહારશુગુડ

વિશ્વ હિન્દુ પરિષદ
અખિલ ભારતીય સેવા બેઠક
શિરિયાપાલી, આશ્રમ, ઝાસુગુડા,ઉડીશા
ખાતે ,17,18 જૂન યોજાઇ

______________
ભારત નાં તમામ પ્રાંતોના સેવા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા
_____________
તમામ પ્રતિનિધિઓનું
ભવ્ય સ્વાગત કરી આવકારવામાં આવ્યા
___________
વિશ્વ હિન્દુ પરિષદ ની સેવા વિભાગની કેન્દ્રીય બેઠક ઓરિસા નાં ઉદ્યોગ નગર ઝાશુગુડા, શિરિયાપાલી, યોગ શીલા ગ્રામોથાન આશ્રમ ખાતે,૧૬/૧૭/૧૮/ જૂન પૂ સ્વામી જીવન મુક્તાનંદ
સ્વામી અભ્યચેતનાનંદ, સ્વામી યોગાનંદજી,સ્વામિ શિવાનંદજી, કેન્દ્રીય મહા મંત્રી વિનાયક દેશપાંડેએ, બજરંગલાલ બાગડાજી કેન્દ્રિય સંયુક્ત મહામંત્રી,
અજયજી પારીખ અખિલ ભારતીય સેવાપ્રમુખ, હરભોલાજી કેન્દ્રીય સહમંત્રી, અશોક ગાંઘી, પશ્ચિમ ઉરિશા પ્રાંત અધ્યક્ષ ઉદ્યોગ પતિ
પૂ જીવન મુક્ત સ્વામિ કંધમાલ, બરગડ, ઝહારશુગુડા ભાજપ સાંસદ સુરેશજી,
વિશેષ ઉપસ્થિત રહ્યા હતા જેમાં પ્રારંભે તમામ મહેમાનોનું વાજતે ગાજતે , પુષ્પ વૃષ્ટિ કરિને સુત્રોચાર અને જય શ્રી રામ નાં નાદ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
જેમાં તમામ મહેમાનો સભા મંડપમાં બીરાજમાન થતાં દીપ પ્રાગટય કરિને બેઠકનો પ્રારંભ થયો હતો
આ પ્રસંગે વક્તાઓ એ
મનનીય પ્રવચન માં સેવાના કાર્યકર્તાઓ ને જણાવ્યું હતું બજરંગ લાલ બગડાજી યે જણાવ્યું હતુકે સેવા દ્વારા સમસ્યા નો ઉકેલ આવશે, સેવા પ્રકલ્પ સેવા નો ઉદ્દેશ્ય છે તેમાં આપડો મોહ નહિ હોવો જોઈએ
કેન્દ્રીય મહા મંત્રી વિનાયક દેશપાંડે જણાવ્યું હતુંકે પ્રકલ્પ ની આસ પાસ, વિહિપ ની સમિતિ હોવી જોઈએ
મધુકરરાવજી એ જણાવ્યું હતુંકે બાળકો દ્વારા શિક્ષકો નો અનુભવ અને કાર્યસૈલી નો પરિચય મેળવવો જોઈએ
, પ્રકલ્પ નાં બાળકોના બુદ્ધિ , મન, શરીર નો વિકાસ થવો જોઈએ
કેન્દ્રીય સહ સેવા પ્રમુખ આનંદ હરભોલા યે જણાવ્યું હતું કે છાત્રાલય નાં પૂર્વ વિદ્યાર્થિઓ ની રચના કરિને સંમેલન બોલાવવા જોઈએ
આ પ્રસંગે સંતોએ પ્રેરણા દાયક માર્ગદર્શન કર્યુ હતું
ઉદઘાટન સત્ર બાદ અલગ અલગ સત્રો બે દિવસ ચાલ્યા હતાં જેમાં હિન્દુ સમાજ ની સેવા, સુરક્ષા માટે કેવા પ્રકારના કાર્યો કરવા જોઈએ જેમાં શિક્ષણ, આરોગ્ય , સામાજીક, સ્વાવલંબન
શેત્રોમાં કામ હાલ દેશના તમામ ૪૪ પ્રાંતો માં કામ થઈ રહ્યું છે
અને આવનાર સમય માં ઉતરોતર વધારો થશે હાલમાં ૭૫૦૦થી વધૂ સેવા કાર્ય દેશમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ચાલી રહેલ છે. આમ બે દિવસ નો અખિલ ભારતીય સેવા બેઠક સુંદર વ્યવસ્થા અને સફળતા પુર્વક આયોજન ઓરિસા અને ઝાસુ ગુડા ની ટીમના સહયોગ સાથે સંપન્ન થઈ ગઈ

Share This News

About Matruraksha

Check Also

પાદરામાં વિશ્વ હિન્દુ પરિષદ સેવા વિભાગ દ્વારા 6 મહિનાથી 12 વર્ષ સુધીનાં બાળકોને નીઃશુલ્ક સુવર્ણ પ્રાસ ના ટીપા પીવડાવવા ના શિબિરનો ઝંડા બજાર ના વાઘેશ્વરી મંદિર માં પ્રારંભદર પુષ્ય નક્ષત્ર માં આ સુવર્ણ પ્રાસ પીવડાવવામાં આવશે રામનવમી નાં પુષ્ય નક્ષત્રમાં મોટી સંખ્યામા વાલીઓ બાળકોને લઈને આવ્યા

ગોપાલ ચાવડા પાદરા પાદરામાં વિશ્વ હિન્દુ પરિષદ સેવા વિભાગ દ્વારા 6 મહિનાથી 12 વર્ષ સુધીનાં …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *