પાદરા ગોપાલ ચાવડા
પાદરાના મુજપુર દરિયાપુરા સિમ વિસ્તારમાં આધેડ ની હત્યા, આરોપીઓ ની ગણત્રી નાં કલાકોમાં રાઉન્ડઅપ કરતી પાદરા પોલિસ
પાદરાના મૂજપુર ગામના દરિયાપુર નાં સીમ વિસ્તારમાં આધેડ ની ત્રિક્ષ્ન હથિયારના ઘા ઝીકીને હત્યા કરીને દાટી દીધેલી હાલતમાં આધેડ ગેમલ સીહ પઢીયાર ની લાશ મળી હતી સમગ્ર મામલે પાદરા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને દબોચી લીધો હતો સમગ્ર ઘટનાની જોતાં ગઈકાલે દરિયાપુરાના સીમ વિસ્તારમાં એક હત્યા કરેલી લાશ મળી આવી હતી જેને લઈને ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો જો કે સમગ્ર ઘટનાની જાણ પાદરા પીઆઈ એલ બી તડવીને થતાની સાથે જ પાદરા પોલીસ સહીત ડોગસ્કોડ એફ એસ એલ સહીત ની સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસનો ધમાટ બોલાવવામાં આવ્યો હતો અને ગણતરીની કલાકોમાં જ સંજય પઢીયાર નામના હત્યારા ને પોલીસે રાઉન્ડઅપ લીધો હતો આજે વહેલી સવારથી પોલીસે સંજય પઢીયાર ને રાઉન્ડઅપ કરી સમગ્ર મામલે થયેલી હત્યાનું પૂછપરછ કર્યું હતું ઉલ્લેખનીય છે કે દરિયાપુરા થી હત્યા નું સ્થળ ચાર કિલોમીટર દૂર હોવાના કારણે પોલીસે બે કિલોમીટર સુધી કાદવ કીચડ માં ટ્રેક્ટરનો સહારો લેવો પડ્યો હતો અને અન્ય બે કિલોમીટર ચાલીને ઘટના સ્થળ પર પહોંચવું પડ્યું હતું જોકે ગઈકાલે પોલીસને મળેલી માહિતી બાદ પોલીસની વિવિધ એજન્સીઓ દ્વારા આરોપીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા અને કલાકોની ગણતરીમાં જ મુખ્ય આરોપી સંજય પઢિયાર ને ઝડપી રાઉન્ડઅપ કર્યો હતો, હજુ સુધી હત્યા કરવાનું સ્પષ્ટ કારણ બહાર નથી આવ્યું પરંતુ પ્રથમ દ્રષ્ટિએ આ હત્યા પૈસાની લેતીદેતી મામલે થયું હોવાનું બહાર આવ્યું છે છતા ઉંડાણપૂર્વક સંજયની પૂછતા જ કરતા ની સાથે જ અન્ય એક શંકાસ્પદ આરોપીની પણ પોલીસે હાલ અટકાયત કરી છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે જોકે પાદરામાં બનેલી હત્યા ની ઘટનામાં પોલીસે કલાકોમાં જ હત્યાના આરોપીને જેલ પાછળ ધકેલી દેતા પાદરા પોલીસની કામગીરી ની લોકોએ આવકારી હતી
DysP ચાવડા હાલ સમગ્ર હત્યાને મામલે કેશ ને સુલઝાવવા માર્ગદર્શન આપી રહ્યા છે