ગોપાલ ચાવડા
પાદરામાં શ્રી સંતરામ મંદિર માં અન્નકૂટ ના દર્શન મનોરથ યોજાયા
==============
દેવ દિવાળીએ ગ્રહણ હોવાથી તેરસ ના અન્નકૂટ મનોરથ કરવામાં આવ્યા
=============
પાદરામાં શ્રી સંતરામ મંદિરમાં પ્રતિ વર્ષ ની માફક અન્નકૂટ ના મનોરથ દર્શન યોજાયા હતા સમગ્ર કાર્યક્રમ મહંત પૂ મોહનદાસ મહારાજ અને ભક્ત મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું
પાદરામાં શ્રી સંતરામ મહારાજ ના દિવ્ય અખંડ જ્યોત ના આશીર્વાદ થી અને નડિયાદ સંતરામ મંદિર ના ગાદીપતિ પૂ રામદાસ મહારાજ ના આશીર્વાદ થી પાદરા સંતરામ મંદિરના મહંત પૂ મોહનદાસ મહારાજ અને ભક્ત મંડળ દ્વારા
અનેક વ્યંજન બનાવીને મહારાજ શ્રી ને અર્પણ કરાયા હતા આ કાર્યક્રમ પ્રતિ વર્ષ દેવદિવાળી યે થાય છે પણ ગ્રહણ હોવાથી બે દિવસ પહેલા તેરસ ના રોજ યોજાયા હતા જેમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડ્યા હતા જ્યારે સખી મંડળ દ્વારા કીર્તન ભજન ની જમાવટ કરી હતી