ગોપાલ ચાવડા પાદરા
પાદરામાં ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા ના કાર્યાલયનો ઉદઘાટન કાર્યક્રમ ભવ્યાતિભવ્ય યોજાયો પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ વિશેષ હાજર રહી ઉદ્ઘાટન કર્યુ
પાદરામાં ધારાસભ્ય ચૈતન્યસિહ ઝાલાના કાર્યાલયનો થયેલો ભવ્ય ઉદ્ઘાટન કાર્યક્રમ આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે કરવામાં આવ્યો હતો આ પ્રસંગે વડોદરા શહેરના ધારાસભ્યો દંડક બાલકૃષણભાઈ શુક્લ, મનીષા બેન વકીલ, શહેર અધ્યક્ષ વિજયભાઈ શાહ વડોદરા જિલ્લા ભાજપ અધ્યક્ષ સતિષભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ પટેલ જિલ્લા ના ધારાસભ્યો વાઘોડિયા ધર્મેન્દ્રસિંહ વાઘેલા અક્ષયભાઈ પટેલ ડભોઈ સૈલેશ ભાઈ મહેતા, માજી મંત્રી ગોરધન ઝડફિયા, ભરત ભાઈ ડાંગર, જિલ્લા મહા મંત્રી યોગેશ અધ્યારૂ પાદરા તાલુકા પંચાયત સભ્યો , નગર પાલિકામાં સદસ્યો વગેરે ઉપસ્થિત રહ્યા હતા જેમાં સીઆર પાટીલે આ ભવ્ય કાર્યાલય નાં વખાણ કર્યા હતા અને વધુમાં વધુ લોકો આ કાર્યાલયનો જન સેવાના અનુસંધાને લાભ લે કાર્યાલય એ કાર્યકર્તાઓનું મુખ્ય મથક હોય છે જેના દ્વારા પોતાના મત વિસ્તારના લોકોના પ્રાણ પ્રશ્નોને એ માધ્યમથી નિરાકરણ કરી શકાય છે તેઓએ વધુ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી એ પ્રજા લક્ષી પાર્ટી છે ગરીબો ની પાર્ટી છે અને એના દ્વારા દેશ અને દુનિયા માં જેમને દેશ ને સર્વશ્રેષ્ઠ પહોંચાડયો દેશ નાં લોક લાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશ માટે કામ કરી રહ્યા છે તેમને સહુ કાર્યકર્તાઓએ આગામી લોકસભામાં 27 સીટ દિલ્હી મોકલવા માટેના લોકોને આહવાન કર્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય ચૈતન્યઝાલાએ જણાવ્યું હતું કે પ્રજા માટે સતત ખડે પગે 24 કલાક ઉભો રહીશ અને પ્રજાના કામો કરીશ એવું બાંહેધારી આપી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ગામેગામ થી પધાર્યા હતા અને સમગ્ર વિસ્તાર ખીચો ખીચ ભરાઈ ગયો હતો કેસરી ઝંડા કેસરી ખેસ થી સમગ્ર વાતાવરણ કેસરિયો થઈ ગયું હતું ધારાસભ્ય ચૈતન્ય સિહ સિંહનું કાર્યાલય અતિ ભવ્ય કાર્યાલય બનેલું છે ત્યાં સંપૂર્ણ પ્રકારની સુવિધાઓ તેમને ઉપલબ્ધ કરેલી છે સરકારની જે યોજનાઓ છે એ સરકારની યોજનાઓને પણ તેઓએ ત્યાં એને પ્રજાનો લાભ લઇ શકે એ પ્રકારની યોજના કરેલી છે આ સાથે ભારતીય જનતા પાર્ટીના માં ઘણા બધા કાર્યકર્તાઓ જોડાયા હતા જેમાં પૂર્વ બરોડા ડેરી ચેરમેન દિનુમામા સહિત પાદરા નગરપાલિકાના સદસ્યો જે વિધાન સભામાં ભા જપ સામે બગાવત કરતા વિરુદ્ધ માં કામ કર્યુ હતું જેમાં આ તમામ લોકોને પાર્ટીએ સસ્પેન્ડ કર્યાં હતાં બગાવત કરેલા લોકોને પણ સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા તથા હોદ્દેદારોને પણ ફરી પાછા સંગઠનમાં પ્રવેશ આપ્યો હતો કેસરી ખેસ પહેરાવીને આ કાર્યક્રમમાંઆવકાર્યા હતાય આ કાર્યક્રમના બાદ પાદરાના છીપાડ તળાવ નું જે નવીનીકરણ કરવામાં આવ્યું હતું એનું પણ ઉદ્ઘાટન સાંસદ ગીતાબેન રાઠવા અને ચૈત્ર શ્રી ઝાલા ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું. આમ આજનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીનો કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે બહુલક્ષી કાર્યક્રમ થયો હતો જેને બહુ મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો અને સહભાગી થયા હતા