ગોપાલ ચાવડા
________
પાદરામાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી કાર્યાલય નું ઉદ્દઘાટન કરવામા આવ્યું
_____________
મોટી સંખ્યામા કાર્યકર્તાએ હાજર રહયા , ભારે સૂત્રોચ્ચાર કરી કાર્યાલય શરુ થયું
_____________
પાદરામાં વિધાનસભાની ચૂંટણીમાં ચૈતન્ય સિહ ઝાલાને ભાજપે ટિકિટ આપી છે જેમા જૂના કાર્યકર્તાઓમાં વિષેશ આનંદ છવાયો છે જેમાં ચૂંટણીની પ્રક્રિયાઓ માટે ભાજપ કાર્યાલય નો શુક્રવારે શુભારંભ કરવામાં આવ્યો હતો જે પાદરા જંબુસર રોડ,આંબાવાડી સામે આવેલ વિશ્રાંતિ હાઇટ ખાતે વિધિવત પ્રારંભ કરવામા આવ્યો હતો આ પ્રસંગે પાદરા શહેર તાલુકા નાં કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહયા હતા જેમા અનેક જૂના કાર્યકર્તાઓ જોવા મળ્યા હતા જેમાં પુજા વિધિ કરીને મો મીઠું કરીને પ્રવેશ કર્યો હતો આ પ્રસંગે ચૈતન્ય સિંહ ઝાલાએ કાર્યકર્તાઓને સંબોધન કર્યુ હતુ