ગોપાલ ચાવડા પાદરા
પાદરા ધારાસભ્ય ચૈતન્ય સિહ ઝાલા ના
પ્રયત્નો થી વુડા વિસ્તારના મકાનોની બાંધકામની રજા ચિઠ્ઠી લેવા હવે વડોદરા સૂધી નહી જવું પડે અને મોંઘી ફી નહી ભરવી પડે
ઝડપથી રજા ચિઠ્ઠી મળશે
ગેરકાયદેસર બાંધકામ તાત્કાલિક અટકાશે રજા ચિઠ્ઠી ની ફી ની આવક પાદરા નગર પાલિકા માં જમા થશે જેથી આવક વધશે
પાદરાના વુડા વિસ્તાર ના બાંધકામ માટે રહીશોને રજા ચિઠ્ઠી લેવા વડોદરા વુડા કચેરીમાં ધક્કા ખાવા પડતા હતા અને ભારે ફી ભરવી પડતી હતી , ઉપરાંત ગેરકાયદેસર બાંધકામ ઉપર તાત્કાલિક લગામ મુકાતી ન હતી તથા તે ની આવક પાદરા નગર પાલિકા માં આવતી ન હતી આ બધી સમસ્યા ઘણા વર્ષો થી હતી તે અંગે અગાઉનાં ધારાસભ્યો દ્વાર કોઈ નક્કર રજૂઆતો કરવામાં આવી ન હતી અથવા કોઈ સાંભળતું ન હતું પરંતુ ભાજપ નાં ધારાસભ્ય ચૈતન્ય સિહ ઝાલા નાં આવ્યાં પછી અનેક વિકાસના કામો ની યોગ્ય જગ્યાએ રજૂઆતો થતાં ઘણા પરિણામ મળ્યા છે તેવોજ પ્રયત્ન વુડા નો હતો જે મુખ્ય મંત્રીને ધારાસભ્ય ની યોગ્ય રજુઆત અને સતત સંપર્કમાં રહેતા મુખ્ય મંત્રીએ પાદરાની વુડા અંગેની યોગ્ય રજુઆત સાંભળતા તાત્કાલિક વુડાનો પ્રશ્ન જે ધારાસભ્ય ચૈતન્ય સિહ ઝાલા દ્વારા રજુઆત કરવામાં આવી અને તેનું નિરાકરણ હુકમ કરતાં શનીવારે પાદરા નગર પાલિકા ની મીટીંગ મળી અને પાલીકા પ્રમુખ સહિત સભ્યો હાજર રહીને અભિનંદન આપ્યા હતા અને ધારાસભ્ય નું સન્માન કરવામાં આવ્યું હતું