પાદરા, ગોપાલ ચાવડા
_________
પાદરાના કરખડી ખાતે, ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને ભાજપ નાં પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટે કાર્યકર્તાઓ ને વિધાન સભાની ચૂંટણી માં વિજય માટે કામે લાગી જવા હાકલ કરી
______________
કાર્યકર્તાઓને ઉત્સાહ અને જોમ પૂરવામાં આવ્યું
___________
પાદરા વિધાનસભાની
ચુંટણીમાં જંગી મત થી જીતવા નરેદ્ર મોદી અને ભૂપેન્દ્ર પટેલ નાં હાથ મજબૂત કરવા માટે ભાજપના સહુ કાર્યકર્તાઓ
કામે લાગી જવાની ગૂજરાત નાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ હાકલ કરી હતી
કરખડી વાલંદા માતાના મંદિરે પાદરા 146વિધાનસભામાં ભાજપ ના કાર્યકર્તાઓની અગત્યની મિટિંગ શનિવારે સાંજે ૪કલાકે મળી હતી જેમા મોટી સંખ્યામા ભાઈયો બહેનો હાજર રહયા હતા
જેમા ગૃહ મંત્રી હર્ષ સંઘવી, અને પ્રદેશ મહા મંત્રી ભાર્ગવ ભટ્ટ વિશેષ હાજર રહયા હતા અને કાર્યકર્તાઓને વિજય નાં સંકલ્પ સાથે પોતાના બુથ માં સહું કાર્યકર્તાઓ વિજય થશે તો ભાજપ ચોક્કસ વિજય થશે તેમ જણાવ્યું હતુ ભાર્ગવ ભટ્ટે પોતાની જોશ ભેર વાણીમાં કાર્યકર્તાઓને દોડતા કરી દીધા હતા અને ભાજપ ચોક્કસ જીતે છે તેવો આત્મવિશ્વાસ આપ્યો હતો જ્યારે ઉમેદવાર ચૈતન્ય સિહ ઝાલા યે આપ સહુ કાર્ય કર્તાઓ ધારાસભ્ય વિજેતા થવાના છો તેમ જણાવ્યું હતુ
પાદરા શહેર, અને તાલુકા માંથી મોટી સંખ્યામા કાર્યકર્તાઓ હાજર રહયા હતા
સ્ટેજ ઉપર જીલ્લા મહામંત્રી કલ્પેશ પટેલે, માસર રોડ નાં તાલુકા ના અગ્રણી કમલેશ પરમાર, કૌશિક પટેલ, તાલુકા પ્રમુખ પ્રવિણ સિંધા, જીલ્લા પ્રભારી પરાક્રમ સિહ જાડેજા
હાજર રહયા હતા