પાદરા ગોપાલ ચાવડા
પાદરામાં ગેર કાયદેસર દબાણોની ભરમાર કોમ્પલેક્ષની આગળ જ ગેરકાયદેસર સરકારી જમીન ઉપર પથારા લારીઓ તેમજ દુકાનો ખડકી દેતા કોમ્પલેક્ષના લોકો મુશ્કેલીમાં
પાદરા નગરપાલિકા 50 રૂપિયાની પાવતી આપતા લારી પથારા ગલ્લા દુકાનો વાળા કાયમી દસ્તાવેજ સમજી અને કરી રહેલ છે દાદાગીરી
પાદરા ના પ્રવેશદ્વાર ગોવિંદપુરા નાકા પાસે આવેલા ગોવર્ધન કોમ્પ્લેક્સ આગળ દુકાન ધરાવતા ખાણિપીણી ના લારીઓ દુકાનો પોતાના કોમ્પલેક્ષની દુકાન છોડી કોમ્પલેક્ષની આગળ જ મોટા પથારાઓ પાથરી લારીઓ મૂકી અને કોમ્પ્લેક્સ માં આવતા જતા લોકોને ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી છે આ કોમ્પ્લેક્સ ની દુકાનો વેપારીઓ લાખો રૂપિયાના ખર્ચે દુકાનો લે છે અને એ દુકાનોના કોમ્પલેક્ષની આગળ આ પ્રકારે ગેર કાયદેસર પથારાવાળા ઊભા થઈ જતા તો લાખો રૂપિયા દુકાનો લીધાનો શું મતલબ આ પ્રકારની લાગણી દ્વારા વ્યાપારીઓએ આજે નગરપાલિકા ને આવેદન પત્ર આપ્યું હતું કોમ્પ્લેક્સની અંદર રહેલી દુકાનો દવાખાના અને નાની મોટી દુકાન ધરાવતા વેપારિયો પોતાના ગ્રાહકો ને આવા જવાની ખૂબ જ અડચણ પડે છે એ જ કોમ્પ્લેક્સ માં આવનારા ગ્રાહકોના વાહનો આગળ લારીઓ ગલ્લાઓ પથારાઓ હોવાને કારણે બીજી જગ્યાએ પાર્કિંગ કરવું પડે છે જેને કારણે ખૂબ જ મુશ્કેલીઓ પડે છે દુકાનદારોના કહેવા પ્રમાણે બહેનોને પણ આવા જવાની મુશ્કેલીઓ પડે છે કેટલાક અસામાજિક તત્વો આ લારી પથારા ગલ્લાઓ પાસે ખાવા પીવા આવતા હોય છે અને જાણીબુઝીને વચ્ચે ઊભા થઈ જતા હોવાને કારણે બહેનોને પણ મુશ્કેલીઓ પડે છે અને તેનાં કારણે ઠઠા મશ્કરીઓ નાં પણ બનાવો બનેછે જેને કારણે સોમવારના રોજ આ કોમ્પ્લેક્સના દુકાનદારોના માલિકોએ નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદન આપી માંગણી કરેલ છે કે તાત્કાલિક ધોરણે આ દબાણો જે ગેરકાયદેસર છે એને દૂર કરવામાં આવે નહીં તો અમારે ગાંધીજી માર્ગે આંદોલન કરવું પડશે ઉપરાંત આ કોમ્પ્લેક્સની આગળ એમજીવીસીએલ નું ડીપી છે એ ડીપીની બાજુમાં જ કોઈએ ખાણીપીણીના લારીવાળા એ ભઠ્ઠો બનાવ્યો છે અને ભઠ્ઠા ની આગ ક્યારેક આ ડીપીના વાયરોમાં લાગશે તો બહુ મોટી જાનહાની અને હોનારત સર્જાશે એ પ્રકારે એમની એમજીવીસીએલને પણ એક આવેદનપત્ર આપ્યું છે આમ પાદરા ની અંદર 50 50 રૂપિયા નગરપાલિકા ઉઘરાવે છે એ વિકાસમાં ફાળો હોવો જોઈએ પરંતુ આ પ્રકારના લારી ગલ્લા પથારા વાળા એવું સમજી લેતા છે કે નગરપાલિકાએ અમને ગેરકાયદેસર દુકાનોનાં લારીઓ માટે કાયમી જગ્યાના દસ્તાવેજ કરી આપ્યા છે એવું સમજે છે જે અયોગ્ય છે આ અંગે પાદરાના અન્ય વિસ્તારોના પણ દુકાનદારો રહેણાંક વિસ્તારના લોકો ખૂબ હેરાન પરેશાન છે તો શું આ અંગે નગરપાલિકા લોકોની સમસ્યા લોકોની મુશ્કેલીઓ દૂર કરશે કે પછી આખ આડા કાન કરશે? ઉપરાંત ઠેર ઠેર લારી પથારા ગલ્લા ઉભા થઈ જવાને કારણે ટ્રાફિકની પણ ખૂબ જ મોટી સમસ્યા છે જે માથાનો દુખાવો સમાન છે આ અંગે નગરપાલિકા તાત્કાલિક ધોરણે કોઈ પગલા લે એવી પાદરાના વેપારીઓ દુકાનદારો કોમ્પ્લેક્સના લોકો માગણી કરી રહેલ છે
ગોપાલ ચાવડા માતૃ રક્ષા ન્યૂઝ પાદરા