- જીલ્લો : વડોદરા
તાલુકો : ડભોઇ
પત્રકાર : શૈલેષ માછી ડભોઇ
ડભોઇ 140 વિધાનસભા ના ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર શૈલેષભાઈ મહેતા (સોટ્ટા) એ ઉમેદવારી નોંધાવી હતી.
ડભોઇ વિધાનસભાના ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર શૈલેષભાઈ મહેતા એ આજરોજ ઐતિહાસિક મંદિર માં ગઢ ભવાની માતાના દર્શન પૂજન કરી હજારોની સંખ્યામાં ઉપસ્થિત જનમેદની સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું
ડભોઇ 140 વિધાનસભા મતવિસ્તાર ના ડભોઇ ના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ને ભારતીય જનતા પાર્ટી દ્વારા રીપીટ કરીને વિશ્વાસ મૂક્યો છે ત્યારે આજરોજ ડભોઇ દર્ભાવતી નગરીના ઐતિહાસિક મા ગઢ ભવાની માતાના દર્શન પૂજન કરી હીરા ભાગોળ માં ગઢભવાની માતા ના આગણથી શૈલેષભાઈ મહેતા પરિવાર સહિત સાંસદ ગીતાબેન રાઠવા, શશીકાંતભાઈ પટેલ, અશ્વિનભાઈ વકીલ, ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, કાજલ દુલાણી, નગરપાલિકાના સદસયો સહિત અનેક કાર્યકર્તા અને હોદ્દેદારો સાથે હજારોની સંખ્યામાં ઉપસ્થિત નાગરિકો અને જનમેદની સાથે રેલી દ્વારા હીરાભાગોળ, વકીલ બંગલા, ટાવર ,વડોદરી ભાગોળ થઈ ડભોઇ તાલુકા સેવા સદન ખાતે પ્રાંત ઓફિસમાં ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું હતું.