જીલ્લો : વડોદરા
તાલુકો : ડભોઇ
પત્રકાર : શૈલેષ માછી ડભોઇ
ડભોઇ તાલુકાના પિસઇ ગામે આત્મીય ધામ બાકરોલ ના પૂજ્ય પ્રબોધ જીવન સ્વામીજી ની સત્સંગ સભા યોજાઈ હતી.
આજરોજ ડભોઇ તાલુકાના પીસાઈ ગામે ગુરુ હરી પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજ ના દિવ્ય અને પૂજ્ય પ્રબોધ જીવન સ્વામીજી ના પ્રત્યક્ષ સાનિધ્ય માં કૃષ્ણજી પ્રદેશ ડભોઈ વિભાગ ના પ્રાદેશિક સંત પૂજ્ય શ્રીજી ચરણ સ્વામી તથા પુ. સાધુ સૌરભ સ્વામી દ્વારા હરિપ્રબોધમ સત્સંગ સભા અને શોભાયાત્રા નુ આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે 8 જાન્યુઆરી 2023 ના રોજ સુરત ની ધરતી ઉપર યોજાનાર હરિપ્રબોધમ યુવા મહોત્સવ નુ આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું હતું.
સભામાં વિશેષ પુંજ્ય ગુરુપ્રસાદ સ્વામીજી તથા મહાનુભાવો વિનોદભાઈ તાવડે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય મહામંત્રી તથા ડભોઇ વિધાનસભાના ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર શૈલેષભાઈ મહેતા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
સભા દરમિયાન શૈલેષભાઈ મહેતા તથા વિનોદભાઈ તાવડેજી એ પુંજ્ય પ્રબોધ જીવન સ્વામીજી ને હાર અર્પન કરી આશીર્વાદ લીધા હતા.
હરિપ્રબોધમ સત્સંગ સભામાં ડોક્ટર બી જે બ્રહ્મભટ્ટ જિલ્લા કાર્યકારી પ્રમુખ અશ્વિનભાઈ વકીલ જિલ્લા શિક્ષણ ચેરમેન સહિત અનેક મહાનુભાવો તથા ડભોઇ તાલુકાના 3000 ઉપરાંત હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સત્સંગ લાભ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી.