ગોપાલ ચાવડા
પાદરા
=========
પાદરા માં વિધાન સભા નું પરિણામ દીનું મામાં વિરૂદ્ધ આવતા પાદરા APMC માં
ભંગાણ , દિનુ મામાનો સાથ છોડવાની શરૂઆત થઈ
================
દિનુમામા ના જમણો હાથ APMC ના પ્રમુખ પ્રવિણ સિંધા વિરૂદ્ધ અવિશ્વાસ ની દરખાસ્ત, કુલ 17માંથી 12
સભ્યો યે વિરૂદ્ધ સહી કરી
===============
દિનુમામા ના ખાસ પ્રદ્યુમન સિંહ ચૌહાણ દ્વારા પ્રવિણ સિંધા વિરૂદ્ધ ની દરખાસ્ત મુકાઈ
==============
પાદરામાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો જેમાં
સત્તા ની ફેર બદલીઓ શરૂ થઈ ગઈ છે જેનો પ્રારંભ પાદરા APMC માં થયો છે
પાદરા Apmc માં દિનુમામાં નો દબદબો છે તેમના જ પડદા પાછળ થી આ સતા ચાલે ,છે પણ કહેવત પ્રમાણે ઉતર્યો અમલદાર કોડીનો, તે સાર્થક કરતાં APMC ના 12 સભ્યોએ પ્રમુખ પ્રવિણ સિંધા વિરુદ્ધ પ્રદુમન સિંહ ચૌહાણ દવારા અવિશ્વાસ ની દરખાસ્તને લાવવામાં આવી છે તેવી આધારભૂત
સૂત્રો દ્વાર માહિતી સાપડી રહી છે જેમાં કુલ 17 સભ્યો માંથી 12, સભ્યોએ પ્રમુખ પ્રવિણ સિંધા વિરૂદ્ધ
સહી કરીને જિલ્લા રજીસ્ટાર ને પત્ર લખી ને આપતા પાદરાના રાજકારણ માં ભૂચાલ આવ્યો છે સમગ્ર તાલુકામાં રાજકીય મોરચે ભારે હોટ ચર્ચાનો મુદ્દો બનવા પામ્યો છે કોણ ક્યારે ક્યાં હોય તે નક્કી નથી હોતું આ અંગે જિલ્લા રજિસ્ટ્રાર , પ્રદ્યુમ્ન સિંહ ચૌહાણ સહિત જવાબદાર વ્યક્તિઓના ફોન સ્વીચ ઓફ આવે છે
જેથી આ પ્રકારે સમગ્ર શહેર તાલુકામાં ભારે ચર્ચાઓ યે વેગ પકડ્યું છે જેમાં પાદરા APMC ના મંત્રી અલ્કેશ ભાઈને પૂછતા અવિશ્વાસની વાત ને સમર્થન આપ્યું હતું પરંતુ સમગ્ર મામલો જિલ્લા રજીસ્ટાર પાસે પહોંચેલો છે