પાદરા ગોપાલ ચાવડા
=====
પાદરાના વડુ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નો વર્ષ પ્રતિપદા નો ઉત્સવ યોજાયો
===============
વડુ ખાતે પ્રથમ વખત મોટી સંખ્યામા સ્વયંસેવકો નુ પથ સંચલન નીકળતા લોકોમાં આકર્ષણ
==============
ઠેર ઠેર સ્વાગત માટે લોકો નીકળ્યા
==========
સંઘ કોઈને ડરાવતો નથી કે નથી કોઈના થી ડરતો=વિભાગ સહ કાર્યવાહ રાહુલ ઠાકર
=============
પાદરા તાલુકાના કેન્દ્ર વડુ ખાતે વડોદરા જીલ્લાના અડધા વિભાગનો વર્ષ પ્રતિપદા નો ઉત્સવ યોજાયો હતો જેમાં 250
સ્વયંસેવકો પુર્ણ ગણવેશ માં હાજર રહયા હતાં
જેમા વડુ નાં હરસિદ્ધિ મંદિર નાં પ્રાંગણમાં આ કાર્યક્રમ યોજ્યો હતો
પ્રારંભમાં વડુ નગરમાં સ્વયંસેવકો લાઈન બદ્ધ ભગવા દવજ સાથે સંઘ ના ઘોષ (બેન્ડ) સાથે મુખ્ય માર્ગો ઉપર થી નીકળતા ભારે આકર્ષણ જોવા મળ્યું હતું લોકો જોવા ઘરની બહાર ઉમટ્યા હતા અને ઠેર ઠેર સ્વાગત કરવા ભાઈઓ બહેનો દ્વારા પુષ્પાંજલી કરવામાં આવી હતી
જે કાર્યક્રમ સ્થળે પરત ફરતા વર્ષ પ્રતિપદા નો કાર્યક્રમ શરૂ થયો હતો
જેમા મુખ્ય વક્તા વિભાગના સહ કાર્યવાહ
રાહુલ ઠાકર દ્વારા સુદંર ઉદ્બોધનમાં સંઘ તેની સ્થાપનાનો હેતુ , સથાપક પૂ આદ્ય સરસંઘ ચાલાક
ડો હેડગેવાર જી નો જન્મ દિવસ , વર્ષ પ્રતિપદા નુ મહત્વ , આઝાદીના પહેલા ની સ્થિતિ હિન્દુ સમાજને સંગઠીત કરવો અને હાલની રાષ્ટ્ર ની સ્થિતિ વગેરે વિષયો ઉપર મનનીય પ્રવચન કર્યુ હતુ
સમગ્ર કાર્યક્રમ જિલ્લા ટીમ અને પાદરા તાલુકા ટીમ નાં પ્રયત્નો થી સફલ રહયો હતો