ગોપાલ ચાવડા પાદરા
પાદરા વિધાનસભા વિસ્તારના ના,દિવ્યાંગ જનો અને વરીષ્ઠ નાગરિકોને સાધન સહાય વિતરણ (IOCL કંપનીના સહયોગથી), વ્હાલી દીકરી યોજનાના લાભાર્થીઓને ઓર્ડર વિતરણ, ગંગા સ્વરૂપા લાભાર્થી બહેનોને હુકમ વિતરણ અને રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજનાના લાભાર્થીઓને હુકમ વિતરણ કાર્યક્રમ યોજાયો
છોટાઉદેપુર સાંસદ, ગીતાબેને રાઠવા, પાદરા ધારાસભ્ય ચૈતન્ય સિહ ઝાલા,, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગર પાલિકા ના આગેવાનોએ સંગઠનના આગેવાનો ની ઉપસ્થિતિમાં લાભાર્થીઓને સાધનો, અને હુકમ પત્રો એનાયત કરવામાં આવ્યા
જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યા હતા
પાદરાવિધાનસભા મત વિસ્તારના દિવ્યાંગ જનોને સાધન સહાય કાર્યક્રમ IOCL ના સહયોગ થી પાદરા પ્રમુખ સ્વામિ હૉલ ખાતે રવિવારે સવારે ૧૦ કલાકે યોજયો હતો જેમાં છોટાઉદેપુર સાંસદ અને પાદરા ધારાસભ્ય ચૈતન્ય સિહ ઝાલા અને સરકારી અધિકારીઓ,IOCL નાં અધિકારીઓની ઉપસ્થિતિમાં, લોક પ્રતિનિધિઓ , તાલુકા પંચાયત ઉપપ્રમુખ લોમેશ
પંડ્યા , પાદરા નગર પાલિકા પ્રમુખ મનીષા પટેલ, ભાજપ સંગઠનના તાલુકા પ્રમુખ, મહામંત્રી, પાદરા શહેર મહા મંત્રી સહિટ પાલીકા ના સદસ્યો, જિલ્લા પંચાયત સદસ્યો, દ્વારા સૌપ્રથમ દિપપ્રાગત્ય કરીને પ્રાસંગિક પ્રવચન શરુ થયાં જેમાં ધારાસભ્ય જણાવ્યું હતુકે ભાજપ સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી સરકારની સહાય પહોંચે અને જરૂરીયાત વ્યકિત લાભ લે તે માટે આં કાર્યક્રમ યોજયો છે
ગીતાબેન સાંસદે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની સરકાર નાનામાં નાના વ્યકિત નુ જીવન સુધરે તેનો વિકાસ
થાય તેનાં જીવનની મુશ્કેલી દૂર થાય તે માટે અનેક યોજનાઓ લોકો સુધી પહોચી રહી છે તેનું આ ઉદાહરણ છે
આ કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતન્ય સિહ ઝાલા યે દિવ્યાંગ જનો માટે કેટલાક વચેટિયા પહેલા કેટલાક રુપિયા લઇને સાધનો આપતા હતા અને તેમનાં ઘર ભરતા હતાં તે હવે પાદરામાં દેખાતા નથી જે વડા પ્રધાન નરેન્દ્ર મોદી નામ નો પણ ઉપયોગ કરતાં હતા હવે આવા લોકો ઉઘરાણા કરે રુપિયા માંગે તો અમોને કહિદેજો ટેવોની દુકાન બંધ થઈ જશે તેમ કહેવાતા દિવ્યાંગ સેવકોને ચીમકી જાહેરમાં આપી હતી