ગોપાલ ચાવડા , પાદરા
______________
પાદરા , વડોદરા, પાદરા, જંબુસર, પાદરા, બોરસદ રૂટ ઉપર અપૂરતી બસો ને કારણે વિધાર્થીઓ , નોકરિયાતો , રોજ અપ ડાઉન કરતાં તમામ લોકોને હાલાકી
_________________
અનેક આંદોલનો , ચક્કાજામ છતાં પરિસ્થિતી જેશે થે
_________________
વિદ્યાર્થીઓએ પાદરા ધારાસભ્ય ને આપવીતી જણાવતા ધારાસભ્ય જાતે પાદરા થી મહુવડ બસ માં બેસી જાત તપાસ કરી , નિરાકરણ ની બાયધારી આપી
____________
પાદરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અપૂરતી બસ સેવાને લઈ વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે અનેક વાર પાદરા ST વિભાગને વિદ્યાર્થીઓ દ્વારા અનેક વાર રજુવાત કરવામાં આવી હતી, અનેક આંદોલનો અગાઊ કરવામાં આવ્યા હતાં છતાં પરિસ્થિતી બે દીવસ સારી ચાલે અને ત્રીજા દિવસે થી યથાવત્
જેમા ધારાસભ્ય બદલાતા વિદ્યાર્થી આગેવાનો ચૈતન્ય સિહ ને મળી રોજની પડતી તકલીફ જણાવી જેથી કાયમી મુશ્કેલીના નિવારણ માટે મંગળવારે પાદરા ડેપો માંથી બસ માં બેસી મહુવડ ચોકડી પહોંચી વિદ્યાર્થી ઓ ને પડતી મુશ્કેલી તકલીફો જાતે નિહાળી હતી ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા ST વિભાગને જાણ કરવામાં આવી હતી ત્યાર બાદ ST વિભાગ દ્વારા વધુ એક રૂટ મુકવામાં આવ્યો હતો ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા આજ રોજ પાદરા ST ડેપો ખાતે થી પાદરા જંબુસર, તથા બોરસદ રૂટ ઉપર વિદ્યાર્થીઓને પડતી અગવડતા સાથે મુશ્કેલીની સમીક્ષા કરવામાં આવી હતી ચૈતન્ય સિંહ ઝાલા વિદ્યાર્થીઓ સાથે બસ માં મુસાફરી કરતા નજરે પડ્યા હતા ત્યારે વિદ્યાર્થીઓએ ધારાસભ્યનો આભાર પણ વ્યક્ત કર્યો હતો
જ્યારે રૂટની બસમાં મુસાફરી કરતા ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલાનું મહુવડ ચોકડી ખાતે સ્વાગત પણ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતુ