પાદરા. ગોપાલ ચાવડા
પાદરા ના જાસપુર રોડ ઉપર એસ.ઓ.જી. પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વીભાગ ને સાથે રાખી ગજાનંદ મેડીકલ એન્ડ પ્રોવિઝન સ્ટોર પર ટ્રેપ ગોઠવી નશો કરવા માટે ઉપયોગમાં લેવાતી પ્રિસ્ક્રિપ્શન વગરના નશાકારક સીરપનું વેચાણ કરાતી કોડીન સીરપ ની ૧૦૦ એમ.એલ ની બોટલો નંગ – ૪૨ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. પોલીસે મેડીકલ સ્ટોર ના લાઇસન્સ ધારક અને સંચાલક વિરુદ્ધ કાર્યવાહી કરી છે.
મળતી વિગત મુજબ નાર્કોટીક્સ ડ્રગ્સ ની બદી ને નાબુદ કરવા માટે ડ્રગ્સ વિરોધી જન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવેલ છે જે અભિયાન અનાતાર્ગત વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં ચાલતા કેટલાક મેડીકલ સ્ટોર ઉપર ડોક્ટર ના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સીરપ કોડીન નામની નશાકારક ડ્રગ્સ નું વેચાણ કરી લોકો ના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય તથા આવા ડ્રગ્સ નો ઉપયોગ ગુનેગારો ગુન્હો આચરતા પૂર્વે કર્તા હોય તથા યુવાધન આવા સીરપ નું સેવન કરી ને નશાખોરી ના રવાડે ચડતા હોય આવા મેડીકલ સ્ટોર શોધી કાઢી તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવા આપેલી સુચના મુજબ એસ.ઓ.જી. અને સ્ટાફ ની ટીમો બનાવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી તે દરમ્યાન એસ.ઓ.જી. ટીમ ને માંડેલી બાતમી આધારે ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારી ને સાથે રાખી પાદરા ના જાસપુર રોડ પર આવેલ ગજાનંદ મેડીકલ એન્ડ પ્રોવિઝન સ્ટોર પર ટ્રેપ ગોઠવી મેડીકલ સ્ટોર ના સંચાલક નારણભાઈ કાન્તીભાઈ પરમાર, રહે.ગણપતપુરા, તા.પાદરા નાઓ કોઈપણ જાતના ડોકટર ના પ્રિસ્ક્રિપ્શન વગર નશાયુક્ત દવા ડ્રગ્સ પોતાના મેડીકલ સ્ટોર પર વેચાણ કર્તા ઝડપી પાડી નશો કરવા માટે ઉપયોગમાં લેવાતી પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કરતી કોડીન સીરપ ની ૪૨ નંગ બોટલો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કબજે કરવામાં આવી હતી.
ઉપરોક્ત મેડીકલ સ્ટોર માંથી મળી આવેલ અને પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કર્તા નશા કારક જત્થા બાબતે આગળ ની કાર્યવાહી હાથ ધરેલ છે તેમજ તપાસ દરમ્યાન ગેર કાયદેસર જણાઈ આવેથી ડ્રગ્સ એન્ડ કોસ્મેટીક એક્ટ રૂલ્સ હેઠળ મેડીકલ સ્ટોર ના ધારક તથા સંચાકલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.