પાદરા ગોપાલ ચાવડા
===========.=
પાદરામાં શ્રી કાછિયા પટેલ પ્રગતિ મંડળ દ્રારા
29મોં સમુહ લગ્નોત્સવ યોજાયો
=============
૧૧ જોડા નવદંપતીપ્રભુતામાં પગલા પાળતા સંતો ,આગેવાનો , અને વડીલોએ આશીર્વાદ આપ્યા
_________________
મોટી સંખ્યામાં કીમતી કરિયાવર આપ્યો,
_______________
અંદાજીત ૧૦, હજાર લોકો એ હાજરી આપી નવદંપતીઓ ને આશીર્વાદ આપ્યા
_________________
પાદરામાં કાછિયા પટેલ પ્રગતિ મંડળ દ્રારા મંગળવાર નાં રોજ સરદાર માર્કેટ ખાતે ૨૯મો સમુહ લગ્નોત્સવ યોજાયો
હતો આ લગ્નોત્સવ માં ૧૧ જોડાઓ એ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં
સરદાર માર્કેટ નવી દુલ્હનની માફક સજાવવામાં આવ્યું હતું મંગળવારે સવારે ૧૧ કન્યા પક્ષ અને વરરાજા પક્ષ નાં પરીવાર જનો વિધિવત વાજતે ગાજતે હાજર રહયા હતાં અને ધામધૂમથી વરરાજા પરણવા ચોરીમાં બિરાજતા બ્રાહ્મણોએ મંત્રોચાર સાથે લગ્ન સંપન્ન કરાવ્યા હતાં તે પહેલાં કાછિયા પટેલ પ્રગતિ મંડળ નાં પ્રમૂખ કાલિદાસ ગાંધી, સંતરામ મંદિરના મહંતશ્રીપૂ મોહનદાસ મહારાજ, રામદ્વારા મંદિર વડોદરાના પૂ રામ પ્રકાશજી મહારાજ અન્ય સંતો APMC નાં પદાધિકારીઓ , ડાયરેક્ટરો, સામાજીક આગેવાનો, કાછિયા પટેલ સમાજ ના આગેવાનો, આમંત્રિત મહેમાનો, દાતાઓ હાજર રહયા હતાં જેમાં ધારાસભ્ય ચૈતન્યસિહ ઝાલા, પાલિકા પ્રમુખ મયુર દવજ સિહ ઝાલા નાં ઉપપ્રમુખ ચોકસી મહાજન મંડળ નાં પ્રમૂખ સુર્યકાંત સાહ, પીઆઈ ઝાલા, હોમગાર્ડ જિલ્લા કમાન્ડન્ટ ગૌરાંગ જોશી આરએસએસ નાં જીગર પંડ્યા, ડીસી ગાંધી, અજય ગાંધી, દિલીપ ઘડિયાળી, સંજય ભાઈ પટેલ, સહીત આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા
લગ્ન બાદ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું આમ પાદરા કાછિયા પટેલ પ્રગતિ મંડળ દ્વારા ભવ્ય સમુહ લગ્નોત્સવ સંપન્ન થયા હતાં