પાદરા , ગોપાલ ચાવડા
======
પાદરામાં તસ્કરોનો તારખાટ ,પાદરા ના ચોકસી બજાર વિસ્તારમાંથી અંદાજે આઠ તોલા જેટલા સોનાના રો મટીરીયલ લઇ તસ્કરો ફરાર પાદરા
પોલીસ સહીત ડોગ્સ કોડ, અને વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી
પાદરા ના ચોકસી બજારમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે પાદરાના ચોકસી બજારમાં આવેલા પ્રેસવાળાના ખાંચામાં એક દુકાનમાં તસ્કરો એ તરખાટ મચાવતા સોના ના દાગીના બનાવતા એક દુકાનમાં અંદાજે 8 તોલા જેટલા સોના ના દાગીના બનાવવાનું રો મટીરીયલ લઈને ફરાર થઈ જવા પામ્યા છે જેની ફરિયાદ પાદરા પોલીસ સ્ટેશન નોંધાવવા પામી છે ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે પાદરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી કિરણ રમેશ ચંદ્ર સોનીએ પોતાની દુકાનમાંથી 4 લાખ 49 હજાર ની રકમ નું સોના નું રો મટીરીયલ ચોરાયાની ફરિયાદ નોંધાવી છે જેના આધારે પાદરા પોલીસ સહિત અને સુરક્ષાની વિવિધ એજન્સીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે ચોકસી બજાર માં પ્રેસ નાં ખાચા સહિત આજુબાજુના વિસ્તારોમાં ડોગસકોર્ડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે આરોપીઓ દ્વારા દુકાનમાં લગાવેલા સીસીટીવી નું dvr પણ સાથે લઈ ગયા હોવાનું બહાર આવ્યું છે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે
જેમા પોલિશ નાં અનુમાન મુજબ કોઈ જાણ ભેદુ વ્યક્તિ દ્વારા આ ચોરીનો અંજામ અપાયો હોય તેમ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે
આ બનાવ બનતા લોકો યે રાત્રે સાવચેતી રાખી સૂવું જોઈએ તેવી ચર્ચા થઈ રહી છે