પાદરા ગોપાલ ચાવડા
પાદરાના અંબાજી તળાવ માંથી ભારે જહેમત બાદ મગર પકડ્યો
_________
પાદરા નગર પાલિકા અંબાજી તળાવ માં પંપો ગોઠવી પાણી કાઢ્યું, મગર ને પ્રાણી જીવ રક્ષાના કાર્યકર્તાઓએ જીવતો પકડી પાદરા વન વિભાગ ને સોંપયો
______________
નગર જનોમાં હાશકારો થયો
___________
પાદરા શહેરમાં અંબાજી તળાવમાંથી સાત થી આઠ ફૂટનો મગર હતો છેલ્લા ઘણા દિવસોથી તે પાદરા પાલિકા પ્રમુખ દ્રારા પાદરા પ્રાણી જીવરક્ષક રક્ષક સંસ્થા ના પ્રમુખ આર્ય પ્રવીણ આર્ય રોકી અને પાદરા વન વિભાગ આર એફ ઓ શૈલેષ તળપદા સર ને મગર પકડવા માટે જાણ કરી હતી તો ગત રાત્રે મગર પાણી સુકાઈ જવાના કારણે કીચડ માં આવી ગયો હતો તો તેને પકડવા પ્રાણી જીવરક્ષક સંસ્થા ના સ્વયંમ સેવકો મિલીન,જમીન,રવી, પ્રવીણ,રોકી આર્ય થતાં પાદરા વન વિભગ ની ટીમ સાથે રહી (આઠ ફૂટ 8)મગર ને સહીસલામત પકડી પાદરા વન વિભાગ માં જમા કરાવી દેવામાં આવ્યો હતો આ વાત વાયુ વેગે પ્રસરતા લોકોમાં હાશ કારો વ્યક્ત કર્યો હતો.