વડોદરા જિલ્લાની પાદરા તાલુકાની ડબકા પ્રાથમિક શાળામાં બાળકો અને શિક્ષકો દ્વારા સ્વચ્છાગ્રહ ના સંદેશ આપતી પ્રતીક દાંડી યાત્રા કાઢવામાં આવી.
આજે જ્યારે ભારત દેશ આઝાદી નો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે, ત્યારે પાદરા તાલુકાની ડબકા પ્રાથમિક શાળામાં તારીખ 12 માર્ચ ની દાંડી યાત્રા દિવસ નિમિત્તે એક અદ્ભુત પ્રતીક દાંડી યાત્રા નું આયોજન કરવામાં આવ્યું.
આ યાત્રામાં શાળાના બાળકો દ્વારા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ ની વેશભૂષા ધારણ કરી હતી. શાળાના તમામ બાળકોને સ્વચ્છાગ્રહ નો સંદેશ આપતી દાંડી યાત્રા કાઢવામાં આવી. બાળકો રસ્તામાં સ્વચ્છતા, વ્યસનમુક્તિ અને એકતા નો સંદેશ આપી મહીસાગર નદી સુધી જઈ ત્યાં મીઠાં નાં કાયદા ના ભંગ સાથે સ્વચ્છતા અને વ્યસમુક્તિ માટે ના નારાઓ નો જય ઘોષ કરવામાં આવ્યો.. જેથી બાળકોએ આ દાંડી યાત્રાનો સ્વ કાર્યાનુભાવ કર્યો હતો. બાળકોને દાંડી યાત્રાનું કારણ અને તેના ઇતિહાસ વિશે શાળા ના શિક્ષક શ્રી મુકેશભાઈ પ્રજાપતિ એ વિસ્તારથી સમજૂતી આપી હતી અને બાળકો તેના વિશે માહિતગાર બન્યા. આમ આ એક નાની નવતર યાત્રા થી આઝાદી પહેલાની સત્યાગ્રહ ની ચળવળ કેવી હતી તેનો એક નમૂનો બાળકોએ જાતે કરીને અનુભવ્યો હતો.
આ માટે શાળાના આચાર્યશ્રી અને શિક્ષકોનો સંપૂર્ણ સહયોગ રહ્યો હતો..