પાદરા , ગોપાલ ચાવડા
પાદરામાં પવન સાથે પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં પાક ને નુકસાન થવાની ભીતિ
હવામાન વિભાગની આગાહીના પગલે રાજ્યના વિવિધ વિસ્તારોમાં પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો છે જેમાં વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો છે જેને લઇને ગ્રામ્ય વિસ્તારમાં ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં જોવા મળી રહી છે પાદરાના દરાપુરા પાટોદ સોખડા ઝવેરીપુરા સહિતના વિસ્તારોના ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે પવન સાથે પડેલા કમોસમી વરસાદે ખેડૂતોને ચિંતાતુર કરી દીધા છે હાલ ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ છે અને તેવામાં કપાસ દિવેલા રાયડા કેરી સહિતના પાકો પર એકાએક પવન સાથે કમોસમી વરસાદ વરસવાના કારણે પાક નુકસાન થવાની ભીતી છે ખેડૂતોના જણાવ્યા અનુસાર ઉનાળાની ઋતુની શરૂઆત છે તેવામાં સ્વભાવિક રીતના જ્યારે કમોસમી વરસાદ પડશે તો પાકને નુકસાન થાય છે અને તે સમયસર પાક તૈયાર ન થવાના કારણે ખેડૂતને તેનું વળતર નહી નહીં મળતા ખેડૂતે ભારે મુશ્કેલી વેઠ વાનો વારો આવે છે દરાપુરા સહિત અન્ય વિસ્તારોમાં મળીને હજારો વીઘા ની ખેતીમાં ખેડૂતોને નુકસાન થવા ની સભાવના સેવાઈ રહી છે યોગ્ય પાક તૈયાર ન થતા ખેડૂતોએ કપાસ જેવા પાકને પોતાના ઢોરને ખવડાવવાનો વારો પણ આવતો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે