ગોપાલ ચાવડા પાદરા પાદરા
==============
નગર પાલિકા ના સભાખંડ માં સામાન્ય સભા મળી હતી જેમાં વર્ષ ૨૦૨૩-૨૪ નું રૂ.૩૪ કરોડ નું પૂરાંતવાળું બજેટ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું
હતું, વોર્ડ નંબર ૫ સદશ્યએ પીવાનું પાણી દૂષિત આવતું હોવાનું રજુઆત કરવામાં આવી હતી, પાદરા નગર પાલિકા હદ વિસ્તારમાં લારી-ગલ્લા માટે વસુલાત કરવા માટે વેન્ડિંગ ફી વસુલ કરવા માટે ઇજારો આપવાની દરખાસ્ત ને મંજુર કરવામાં આવી હતી…
વિઓ
પાદરા નગર પાલિકા ની સામાન્ય સભા પ્રમુખ મયુરધ્વજસિંહ ઝાલા તથા ઉપપ્રમુખ દેવ્યાનીબેન પટેલ ના અધ્યક્ષતા માં પાલીકા ના સભાખંડ માં મળી હતી
પાદરા નગર પાલિકા ના વર્ષ ૨૦૨૩-૨૪ નું રૂ.૩૪ કરોડ નું પૂરાંતવાળું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું સામાન્ય સભા માં અનેક પ્રશ્નો ની ચર્ચાઓ કરવામાં આવી હતી જેમાં પાદરા નગર પાલિકા હદ વિસ્તારમાં લારી-ગલ્લા, પથારા માટે શહેરી શેરી ફેરિયાઓ પાસે વસુલવામાં આવતી વેન્ડિંગ ફી વસૂલવા ના કામે ઇજારો આપવા માટે ની દરખાસ્ત ને પાદરા નગર પાલિકા ની સભા માં મંજુર કરવામાં આવી હતી સાથે વિકાસ ના તમામ કામોને મંજુર કરવામાં આવ્યા હતા
બાઈટ.1 મયુરધ્વજસિંહ ઝાલા (પ્રમુખ : પાદરા નગર પાલિકા)
સભાં દરમ્યાન વોર્ડ નંબર ૫ ના સદશ્ય જૈમીન ભટ્ટ દ્વારા તેઓ ના વોર્ડ સહિત સમગ્ર નગરમાં અનેક વિસ્તારોમાં ગટરો ઉભરાય છે સાથે ઉભરાતી ગટરો નું દૂષિત પાણી, પીવાના પાણી માં મિશ્રિત થતું હોવાના આક્ષેપ કર્યા હતા તેમજ આવું દૂષિત પાણી નગરજનો ને પીવા માટે ન મળે તે માટે પાલીકા ની સભામાં ધારદાર રજુઆત કરી હતી સાથે.. સાથે..
પાદરા ના અંબાજી મંદિર પાસે આવેલા ચોક ને ભારત માતા ચોક નું નામકરણ કરવાની રજુઆત કરવામાં આવી હતી..સાથે હાલમાં નગરપાલિકા દ્વારા ઉઘરાવવામાં આવતા લારીગલલાના પૈસાનો ઘેર વહીવટ થઈ બારોબાર પૈસા ઉઘરાવતા હોવાના પણ ગંભીર આક્ષેપો જૈમીન ભટ્ટ દ્વારા કરવામાં આવ્યા હતા જે બાબતે પણ યોગ્ય કાર્યવાહી કરવાની ચીફ ઓફિસર પાસે જયમીન ભટે માંગ કરી હતી ઉલ્લેખનીય છે કે ચાલુ સભામાં જૈમીન ભટ્ટ દ્વારા કરેલા ગંભીર આક્ષેપો મામલે ચીફ ઓફિસર દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તે પણ ખૂબ જરૂરી છે