ગોપાલ ચાવડા પાદરા
______
પાદરા નગર માં ઉભરાતી ગટરોની સમસ્યા , પંચ વટી સોસાયટી માં ગટર ની સમસ્યા થી મહિલાઓએ નગર પાલિકા માં હોબાળો મચાવ્યો
______________________
બે વોર્ડ અને ૮ પાલીકાના સદસ્યો હોવા છતાં સમસ્યા નું નિરાકરણ નહિ
પાદરા નગરપાલિકા કચેરીમાં પંચવટી સોસાયટી મા ઉભરાતી ગટરોની સમસ્યા મામલે આજે ફરી મહિલાઓએ હોબાળો મચાવ્યો છે પાદરા ના ફૂલબાગ વિસ્તારમાં આવેલા પંચવટી સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી સતત ગટરો ઉભરાતી હોવાની રજૂઆત આજે મહિલાઓએ કરી છે પાદરા નગરપાલિકામાં હોબાળો મચાવતા મહિલાઓએ જણાવ્યું હતું કે અનેકવાર રજૂઆત કરવા બાદ પણ પાદરા નગરપાલિકાના ગટર વિભાગ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી જેના કારણે રોગચાળો ફેલાવવાનો ભય સતાવી રહ્યો છે તો બીજી બાજુ પાણી પણ પૂરતા પ્રમાણમાં ન મળતું હોવાના કારણે લોકોને મુશ્કેલી પડતી હોવાની રજૂઆતો કરી હતી પાદરા નગરપાલિકા ખાતે રજૂઆત કરવા આવેલી મહિલાઓએ ભારે હોબાળો મચાવ્યો સ્થાનિક કોર્પોરેટરોને પણ નગરપાલિકા ખાતે રજૂઆતો કરવામાં આવી હતી સોસાયટીના રહેશો જણાવ્યું હતું કે અમારી સોસાયટી વોર્ડ નંબર એક અને છ માં આવેલી છે જ્યા કુલ આઠ જેટલા કોર્પોરેટરો હોવા છતાં પણ અમારી સોસાયટીમાં કોઈપણ યોગ્ય નિકાલ આવતો નથી છેલ્લા ઘણા સમયથી ઘરની નજીકમાં જ ગટર ઉભરાતી હોવાના કારણે બાળકો પણ બીમાર થતા હોવાનો દાવો સ્થાનિક લોકોએ કર્યો છે સોસાયટીની બહારથી પસાર થતી વરસાદી કાસ માં ગટરનું પાણી હોવાના કારણે પણ મચ્છરનો ત્રાસ હોવાનો આક્ષેપ સ્થાનિક સોસાયટીના રહીશોએ કર્યો હતો