- પાદરા, ગોપાલ ચાવડા
________________
પાદરામાં રામનવમી શ્રધ્ધા ભક્તિ સાથે ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવી
____________
રામજી મંદિર, હનુમાનજી મંદિર, તથા મુખ્ય કાર્યક્રમ સંતરામ મંદિર ખાતે ભવ્ય વાર્ષિક ઉત્સવ યોજાયો
______________
સંતરામ મંદિરમાં ગાદી પતિ પૂ મોહનદાસ મહારાજ મહારાજના કરકમલો દ્વારા ભવ્ય આરતી કરવામાં આવી_______________
ગૂજરાત ની તમામ ગાદી નાં પૂ સંતો આરતીમાં પધાર્યા, હજારો ભકતો ની હાજરીમાં સાકર વર્ષા
કરવામાં આવી
_________________
પાદરામાં ભગવાન રામના જન્મ દિવસ રામ નવમી ની ભવ્ય ઊજવણી કરવામાં આવી જે રામજી મંદિર અને હનુમાનજી મંદિરો માં પરંપરાગત કાર્યક્રમો યોજાયા હતાં જેમાં મુખ્ય કાર્યક્રમ સંતરામ મંદિરમાં
વાર્ષિક કાર્યક્રમ યોજ્યો હતો તે પહેલાં ત્રણ દિવસ વિષ્ણુ યાગ વિદ્વાન બ્રાહ્મણ દ્વારા હોમાત્મક યજ્ઞ યોજાયો હતો, જેમાં રોજ સાંજે યજ્ઞ ની પ્રદક્ષિણા કરવા સેકડો ભકતો ભાઈઓ બહેનો ઉમટતા હતાં
રામનવમી માં સંતરામ મંદિર માં સામૂહિક સ્તુતિ સાથે ભવ્ય આરતી બાદ પરંપરાગત સાકર વર્ષા કરવામાં આવી હતી
જે લેવા શ્રદ્ધાળુઓને પડાપડી કરતા હતાં જે અનોખો મહિમા હોય છે