ગોપાલ ચાવડા પાદરા
પાદરા નગર પાલિકાની સામાન્ય સભા પાદરા નગર પાલિકા સભા હોલ ખાતે મળી હતી પ્રમુખ મયુર ધ્વજસિંહ ઝાલાના આદયક્ષતા માં મળેલી સામાન્ય સભામાં તમામ એજન્ડા ના કામો મંજૂર કરાયા હતા
પાલિકાના તમામ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા જ્યારે સામાન્ય સભામાં એજન્ડાના તમામ મુદ્દાઓ ચેર પર થી મજૂર કરવામાં આવ્યા હતા જ્યારે વિવિધ મુદ્દે ચર્ચા પણ કરવામાં આવી હતી જેમાં પાદરા નગર માં પાણી વેરો ન વધારવા માટે વોર્ડ 5 ના સદસ્ય બ્રિજેશ પટેલ દ્વારા આ મુદ્દે રજુવાત કરવામાં આવી હતી
બીજી તરફ પાદરા શહેરમાં રખડતા પશુઓને લઈ શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે વોર્ડ 4 ના સદસ્ય સુભાસ પટેલ દ્વારા રજુવાત કરવામાં આવી હતી
પાદરા શહેરના સરદાર શાક માર્કેટ ચાર રસ્તા પાસે રોજ બરોજ ટ્રાફિક જામની સમસ્યા વધી રહી છે જેને લઈ રાહદારીઓ હેરાન થઈ રહ્યા છે ત્યારે આ મુદ્દે પણ સામાન્ય સભામાં ચર્ચા કરવામાં આવી હતી જેમાં નગર પાલિકા ના પૂર્વ પ્રમુખ પરેશ ગાંધી દ્વારા રજુવાત કરાઈ હતી
પાદરા ના અંબાજી તળાવમાં મગરના રેસ્ક્યુ કરવા બાબતે જે ખર્ચ થયેલ તે બાબતે પણ જયમીન ભટ દ્વારા રજુવાત કરાઈ હતી
યોજાયેલ સામાન્ય સભામાં લાખો રૂપિયાના વિકાસના કામોને મજૂરી અપાઈ હતી ત્યારે પાદરાના મુક્તિ ધામ ના રીનોવેશન માટે 1 કરોડ ઉપરાંતના ખર્ચે તૈયાર કરવા માટે પણ ફાળવવામાં આવ્યા હતા