ગોપાલ ચાવડા પાદરા વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજ ના જન્મ સ્થાન ચાણસદ ગામે પ્રવાશન વિભાગ અને બી.એ.પી.એસ સંસ્થા ના સંયુક્ત પ્રયાસ થી નિમાર્ણ થયેલ નારાયણ સરોવર નું રાજ્ય ના મુખ્યમંત્રી ના હસ્તે લોકાર્પણ કરાયું, અગ્રણી સંતો સહિત રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા, વિવિધ સ્થળો ની મુલાકાત સાથે જન્મ સ્થાને આરતી નો લાભ લીધો..
_______
વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજ ના જન્મ સ્થાન એટલે પાદરા નું ચાણસદ ગામ ..ચાણસદ ગામ માં આવેલ બાપા નું પ્રસાદીક તળાવ નું રાજ્ય ના પ્રવાશન વિભાગ અને બી.એ.પી.એસ સંસ્થા ના પ્રયાસ થી સુંદર તળાવ નું નિર્માણ કરવામાં આવ્યું છે જે તળાવ ના નારાયણ સરોવર તરીકે રવિવાર સાંજે રાજ્ય ના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બી.એ.પી.એસ ના સંતો માં પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી તથા સંસ્થાના સદગુરુ પૂજ્ય ભકિતપ્રિય સ્વામી તથા પૂજ્ય ઇશ્વરચરણ સ્વામીજી સહિત સંતો અને તથા પ્રવાશન વિભાગ ના મંત્રી મુળુ ભાઈ બેરા તથા પાદરા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તથા રાજ્ય સભા ના સાંસદ નરહરિ અમીન સહિત રાજકીય આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા
કરોડો રૂપિયા ના ખર્ચે થયેલા
નારાયણ સરોવર નું લોકાર્પણ બાદ
નારાયણ સરોવર ખાતે પૂજન કર્યું હતું પ્રમુખ દર્શન તેમજ પ્રદર્શની નિહાળી હતી ત્યારબાદ નારાયણ સરોવર માં નિર્માણ ઘાટ ની મુલાકાત અને ત્યાં અભિષેક પણ કર્યો હતો.
ત્યારબાદ ચાણસદ ના પ્રમુખ સ્વામી જન્મ સ્થાન એ મુખ્યમંત્રી સહિત આવેલા મહાનુભવો એ આરતી નો લાભ લીધો હતો.
ત્યારબાદ લોકાર્પણ સમારોહ ની સભા યોજાઈ હતી જેમાં મુખ્યમંત્રી સહિત આવેલા મહાનુભવો નું સ્વાગત કર્યું હતું
પ્રાસંગીક પ્રવચન કર્યા હતા.