પાદરા ગોપાલ ચાવડા
પાદરાના લતીપૂરા ગામે તાજેતર માં કમોસમી વરસાદ માં ખેડૂત ઉપર વીજળી પડતાં મૃત્યુ થયું હતું
_______________
પાદરાના ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા યે સરકારમાં રજૂઆત કરતા મૃતક પરિવારને ૪લાખ ની સહાય સરકાર દ્વારા કરમામાં આવી
___________
પાદરા તાલુકામાં કમોસમી વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા હતા તાલુકામાં વરસેલા વરસાદના કારણે ખેડૂતોના પાકનું નુકશાન તો થયું છે પરંતુ સાથે સાથે એક યુવકનો જીવ પણ ગયો હતો વરસેલા વરસાદમાં પાદરા તાલુકાના લતીપુરા ગામના એક ખેડૂત પર વીજળી પડી હતી વીજળી પડતા જ ખેડૂતનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું ત્યારે પાદરાના ધારાસભ્ય ચૈતનયસિંહ ઝાલા દ્વારા મૃતકના પરિવાર જનો ને સહાય મળે તે માટે રાજ્ય સરકાર ને રજુવાત કરવામાં આવી હતી જેમાં રાજ્ય સરકાર દ્વારા મૃતકના પરિવારજનોને 4 લાખ રૂપિયાની સહાય કરવામાં આવી છે જેને લઈ આજ રોજ ધારાસભ્ય ચૈતનયસિંહ ઝાલા દ્વારા લતીપુરા ગામે મૃતકના પરિવાર જનોને સહાય સુપ્રત કરવા માટે પહોંચ્યા હતા અને પરિવારજનોને સહાય સુપ્રત કરી હતી ધારાસભ્ય ચૈતનયસિંહ ઝાલા દ્વારા પરિવારને સાંત્વના પાઠવી હતી સાથે ગામ લોકો દ્વારા સરકાર અને ધારાસભ્ય નો આભાર વ્યક્ત કર્યો હતો