પત્રકાર : મીત માછી
ડભોઈ
હાલ સમગ્ર ગુજરાતમાં મેઘરાજા ની પધરામણી થઈ ગઈ છે ત્યારે ડભોઇ સ્થિત દયારામ કેળવણી મંડળ સંચાલિત શ્રી જી.એમ.વી અંબિકા પ્રાથમિક શાળા ખાતે મોન્સૂન ફેસ્ટિવલ નું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે નાના નાના ભૂલકાઓ અને ધોરણ 1 થી 5ના બાળકો દ્વારા સુંદર નૃત્ય રજૂ કરવામાં આવ્યું અને પહેલા વરસાદની મોજ માણી હતી.
ડભોઇ શ્રી દયારામ કેળવણી મંડળ ના પ્રમુખ દિપક ભાઈ ભોઈવાલા ના માર્ગ દર્શન હેઠળ ડભોઇ શ્રી જી.એમ.વી. અંબિકા પ્રાથમિક શાળા ખાતે મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા અને વિવિધ કૃતિઓ વરસાદને લઈ રજૂ કરવામાં આવી નાના ભૂલકા અને ધોરણ 1 થી 5ના બાળકોએ સુંદર નૃત્ય રજૂ કર્યું હતું અને પહેલા વરસાદની ઉજવણી કરી હતી આ પ્રસંગે પ્રમુખ દીપકભાઈ ભોઈવાલા દ્વારા બાળકોને ચોકલેટ આપી પ્રોત્સાહન વધાર્યું હતું સંસ્થાના મુખ્ય શિક્ષિકા આશાબેન કાપડિયા દ્વારા સમગ્ર કાર્યક્રમ નું સંચાલન કરવામાં આવ્યું હતું.