પાદરા ગોપાલ ચાવડા
શ્રી સંતરામ મંદિર પાદરાના નવનિર્મિત શિખરનો ૨૫મો રજત મહોત્સવ નિમિત્તે સર્વરોગ નિદાન અને નેત્ર ચિકિત્સા, મફત મોતિયા ઓપરેશન અને મફત ચશ્મા વિતરણ નો કાર્યક્રમ યોજાયો
સંતરામ મંદિર નડિયાદના વર્તમાન પ.પૂ. મહંત રામદાસ મહારાજ મહારાજના શુભ આશીર્વાદ સહ શ્રી સંતરામ પાદરાના નવનિર્મિત મંદિર શિખરનો રજત મહોત્સ તેમજ વાર્ષિકોત્સવ નિમિત્તે વિવિઘ સેવાકાર્યો યોજાઈ રહ્યા છે જેમાં ૨૩ માર્ચ, રવિવારના રોજ આંખો અને અન્ય રોગ નો કેમ્પ નડિયાદ સંતરામ નેત્ર હોસ્પિટલ દ્વારા યોજાયો હતો
આ સમગ્ર કાર્યક્રમ પાદરા સંતરામ મંદિરના મહંત પૂ મોહનદાસ મહારાજ ના માર્ગદર્શનના ઉત્સવ સમિતિ અને ભક્તમંડળ દ્વારા થઈ રહ્યો છે આ નેત્ર મેડિકલ કેમ્પમાં મોટી સંખ્યામા દર્દીઓ એ લાભ લીધો હતો