ગોપાલ ચાવડા પાદરા
ભારતીયજનતા પાર્ટી પાદરા નગર યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરાયું હતું..
.શ્યામ પ્રસાદ મુખર્જી ના બલિદાન દિવસ ના ઉપલક્ષ માં ભારતીય જનતા પાર્ટી દ્વારા દર વર્ષે સપ્તાહ દરમિયાન સેવા કીય કાર્યો કરવામાં આવે છે ત્યારે પાદરા શહેર ભાજપ યુવા મોરચા દ્વારા સતત ચોથા વર્ષે પણ બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપ મહા મંત્રી યોગેશ અધ્યારૂ વિશેષ હાજર રહયાં હતાં
પાદરા નગર યુવા ભાજપ ના પ્રમુખ કિરણસિંહ રાઠોડ અને યુવા ભાજપ ની ટીમ દ્વારા મધર સ્કૂલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્વૈચ્છિક રક્તદાતાઓ ને મોટી સંખ્યામાં બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરાયું હતું