ગોપાલ ચાવડા પાદરા
વિશ્વ હિન્દુ પરિષદ પાદરા પ્રખંડ દ્વારા નુતન વર્ષ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમ પાદરાના ઘાયજ ગામે યોજાયો હતો જેમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ ના કાર્યકરો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા..
આગામી ૨૨ જાન્યુઆરીના શ્રી રામ લલ્લાં ના પ્રાણ પ્રતિષ્ઠાના શુભ દિવસે ૧૧૦૦ ત્રિશૂળ દીક્ષા અને શૌર્ય રેલી નીકળશે તથા ગામેઠા ગામે ૧૧ હિન્દુ દીકરીઓના સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે તેની જાહેરાત કરવામા આવી છે
નૂતન વર્ષના પ્રારંભની સાથે જ દર વર્ષે સમગ્ર રાજ્યમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે
જેના ભાગરૂપે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તથા દુગાવહિની વડોદરા જિલ્લા ના પાદરા પ્રખંડ ના કાર્યકરો નો સ્નેહ મિલન કાર્યક્રમ પાદરા ના ઘાયજ ગામે ખાતે યોજયો હતો, યોજાયેલા કાર્યક્રમ માં વિશ્વ હિન્દુ પરિષદ ના ગુજરાત પ્રાંત ના સેવા પ્રમુખ ગોપાલભાઈ ચાવડા તથા આર.એસ.એસ ના જિલ્લા સમન્વય સંયોજક જીગરભાઈ પંડ્યા તથા વડોદરા જિલ્લા વી.હિ.પ ના પ્રમુખ જતીનભાઈ ભટ્ટ તથા બજરંગદળ ના સંયોજક ચિરાગ પરમાર સહિત પાદરા પ્રખંડ ના વિહિપ ના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આવેલા મહાનુભવો ના હસ્તે દીપ પ્રગટાવી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી, આવેલા મહાનુભવો દ્વારા કાર્યકરો ને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં સેવા સુરક્ષા અને સંગઠન સાથે સમાજ માં કાર્યો કરવા તેમજ આગામી કાર્યકમો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં બજરંગ દળ જીલ્લા સંયોજક ચિરાગ પરમાર દ્વારા જાહેરાત કરવામા આવી હતી કે આગામી ૨૨ જાન્યુઆરી અયોધ્યા રામ લલ્લા ના મંદિરનાં પ્રાણ પ્રતિષ્ઠાના શુભ દિવસે ૧૧૦૦ ત્રિશૂળ દીક્ષા અને શૌર્ય રેલી નું આયોજન કરવામા આવશે તથા ગોપાલ ચાવડા યે જણાવ્યું હતુકે ગામેઠા ગામે વહાણ વટી શિકોતર માતાના મંદિર ખાતે ૧૧ જોડા ગરીબ દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન વિશ્વ હિન્દુ પરિષદ અને વહાણ વટી શિકોતર માતાના મંદિર દ્વારા કરવામાં આવ્યું છે આવ્યુ છે જેમાં પાદરાના અને હાલ અમેરિકામાં રહેતાં હેતલ ભાઈ ચોક્સી પરિવાર મુખ્ય દાતા છે