ગોપાલ ચાવડા પાદરા
પાદરાના ગોવિદપુરા પોલીસ ચોકી થી લઈ ફુલબાગ સુધી ગેરકાયદેસર દબાણો અને પેસેન્જર ફરતા ગેરકાયદેસર વાહનોના કારણે સતત ટ્રાફિક જામની સમસ્યા
_______________
સરકાર મહાકાળી મંદીર થી Mgvcl કચેરી સુધી ઓવર બ્રિજ બનાવે તો આ સમસ્યાનું સમાધાન
__________________
પોલિસ જવાનો કે ટ્રાફિક બ્રિગેડ ને કોઈ ગાઠતું નથી
__________________ટ્રાફિક જામની સમસ્યા રોજની સમસ્યા ક્યારે ઉકેલ આવશે? લોકોના સવાલો
__________________
પાદરા નગરમાં એસટી ડેપો થી લઇને Mgvcl કચેરી સુધી દરરોજ માટે ટ્રાફિકજામના દ્રશ્યો જોવાં મળે છે તેના કારણે , મોંઘા ભાવનું વિદેશી હૂંડિયામણ વાળુ પેટ્રોલ, ડીઝલ , લોકોનો કીમતી સમય , નોકરિયાતો મોડા પડે છે સ્કૂલના બાળકો મોડા પડે છે , આ રોડ ઉપર સરકારી તેમજ ખાનગી હોસ્પિટલો આવેલી છે આવતાં જતાં દર્દીઓ રોજ હેરાન થાય છેઆ ક્રમ રોજિંદો છે સૌથી વધૂ માથાનોદુખાવો છે સરદાર માર્કેટ ચાર રસ્તા જે આખો દિવસ ટ્રાફિક જામના દ્રશ્યો જોવાં મળે છે ટ્રાફિક જવાનો મૂક્યા છે છતા કોઈ ગંભીરતા લેતું નથી સેકડો લોકોના ટાઇમ ટેબલ ખોરવાઈ જાય છે દિવસે ને દિવસે આ માર્ગ પર ટ્રાફિકની સમસ્યા વકરતી જોવા મળી રહી છે પાદરાના માર્કેટ ચાર રસ્તા પાસેથી પસાર થવું હોય તો ટ્રાફિકની સમસ્યા નડશે જ કારણ કે જાહેર માર્ગ પર પેસેન્જર ભરી ઉભા રહેતા છકડા હોઈ કે ઓટો રીક્ષા જાણે આંખે આખો માર્ગ પેસેન્જર પાર્કિગ બનાવવામાં આવ્યો હોય તેમ રીક્ષા ચાલકો અને છકડા ચાલકો જાહેર માર્ગ પર ઉભા રહી અદિગો જમાવી બેસે છે પરંતુ હજુ સુધી તેનો કોઈ નિકાલ આવ્યો નથી ઉલ્લેખનીય છે કે જે તે સમયે પાદરાના આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાને લઈ પાદરા પોલીસ મથકના ભૂત કાલના તત્કાલીન દ્વારા આ માર્ગ પર છકડા ચાલક હોઈ કે રીક્ષા ચાલક કે હોઈ દબાણ કર્તા તેઓ સામે કાર્યવાહી કરી આ માર્ગ ખુલ્લો કરવામાં આવતો હતો પરંતુ હાલ જે પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે તે રાહદારીઓ માટે માથાનો દુખાવો સાબિત થઈ રહ્યો છે પાદરાનો ગ્રામ્ય વિસ્તાર માં અનેક ઔધોગિક એકમો આવેલા છે જ્યારે ગ્રામ્ય માંથી ખેડૂતો પણ સરદાર શાક માર્કેટમાં પોતાનો પાક લઈ આવતા હોય છે ત્યારે જે ટ્રાફિક ની સમસ્યા થી લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે સમગ્ર બાબતે હવે પોલીસ વિભાગ દ્વારા જાહેર માર્ગ પર અડીગો જમાવી બેસતા છકડા ચાલક ,રીક્ષા ચાલક કે દબાણ કરતા ઓ સામે શુ કાર્યવાહી કરશે તે જોવું રહ્યું