ગોપાલ ચાવડા પાદરા
પાદરા તાલુકા શાળા સંચાલક સંઘે તાલુકા ની તમામ શાળાઓ માં SSC માં પ્રથમ ક્રમાંક મેળવનાર વિધાર્થીઓ ને ટ્રોફી અને બુકે આપી સન્માનિત કરવામાં આવ્યા હતા…
પાદરા તાલુકા શાળા સંચાલક સંઘ દ્વારા દર વર્ષે પાદરા તાલુકા ની શાળાઓ માં પ્રથમ ક્રમાંક મેળવનાર વિધાર્થીઓ નો સન્માન સમારંભ પાદરા ની એન સ્કૂલ ખાતે યોજાયું હતું
યોજાયેલા કાર્યક્રમ માં અતિથિ વિશેષ કલ્પેશ પટેલ એસ.બી.પટેલ કુ સરસવની તથા તાલુકા શાળા સંચાલક મંડળ ના હોદેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આવેલા મહાનુભવો ના હસ્તે દીપ પ્રગટાવી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી સાથે શાળા સંચાલક મંડળ ના હોદ્દેદારો સહિત ના મહાનુભવો નું સ્વાગત કરવામાં આવ્યું હતું
આ વર્ષે SSC માર્ચ 2023 માં તાલુકા ની દરેક શાળા ના પ્રથમ ક્રમાંક આવનાર વિધાર્થીઓ ને બુકે તથા ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે શાળા ની શૈક્ષણિક સંસ્થાઓ ના શિક્ષણ કાર્યો માં હમેશા તૈયાર રહેનાર તાલુકા ના આચાર્યો નું પણ સન્માન કરવામાં આવ્યું હતું આવેલા મહાનુભવો એ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું