પત્રકાર : મીત માછી ડભોઈ
ડભોઇ તાલુકાના છત્રાલ ખાનપુરા ગામે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીયલ તેમજ રેડી ફ્યૂલના સાથે મળી એગ્રો વેસ્ટ ડેન્સીફિકેશન યુનિટ શરૂ કરવામાં આવ્યું હતું ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા)ના પુત્ર ધ્રુમિલ મહેતા નું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીયલ અને રેડી ફ્યૂલ સાથે મળીને એગ્રોવેસ્ટ ડેન્સીફિકેશન માટે નો પ્લાન્ટ નાંખી ખેડૂતો ને આત્મનિર્ભર બનવા તરફ નુ એક પગલાં તરફ બાયોમાસ હેડ શ્રી સંજય મિસ્ત્રીજી ના ઉપસ્થિતિ માં ગુજરાતમાં પ્રથમ ખેડૂતો માટે એગ્રો વેસ્ટ ડેન્સીફિકેશન યુનિટ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ જેનાથી ખેડૂતો નો કપાસ દિવેલા તુવેર ડાંગર સહિત ના પાક લીધાં પછી વધેલો વેસ્ટ માંથી બોયોકોલ જે ડીઝલ-પેટ્રોલ અને કોલસાની અવેજીમાં ઉપયોગ કરવા માટે ની ફેક્ટરી માં ઉપયોગમાં લેવામાં આવે છે. રેડી ફ્યૂલના માલિક ધ્રુમિલ મહેતાનો આ પ્રયાસ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના ખેડૂતો ને આત્મનિર્ભર બનાવવાના લક્ષ્ય માં મદદ રૂપ થશે.આ પ્લાન્ટ શરૂ થવાથી તાલુકા ના ઘણા યુવાનો માટે રોજગાર ના અવસર ઉભા થશે. આજરોજ પ્લાન્ટના ઉદ્ઘાટન પ્રસંગે પાદરા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા,વાઘોડિયા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ બાપુ સાથે જિલ્લા પ્રમુખ,બરોડા ડેરી પ્રમુખ,સતીશ નિશાળીયા, ડેરી ઉપપ્રમુખ જી.બી.સોલંકી,જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઇ પટેલ(પોર),જિલ્લા મહામંત્રી ડો.બી.જે.બ્રહ્મભટ્ટ,જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન વકીલ અશ્વિનભાઈ પટેલ સહિત અનેક રાજકીય આગેવાનો તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદેદારો કાર્યકરો પણ ઉપસ્થિત રહી આ શુભ કાર્યમાં સહભાગી બન્યા હતા સાથે ધ્રુમિલ મહેતાને અભિનંદન પાઠવ્યા હતા.