પાદરા ગોપાલ ચાવડા
======
પાદરાનાં દુધવાળા ની સીમમાં આવેલ કીરી ઇન્ડસ્ટ્રીઝ લી માં, વડોદરા એન્વાયરો ચેનલ લી.(VECL) ના સી. એ. ઓ કેયુર પરીખે સતાનો દુરુપયોગ કરી ગુંડા ગરદી કરી
__________________
કંપનીનાં સિક્યુરિટી સ્ટાફ ને ગમેતેમ ગાળો ભાંડી
_________________
કંપનીમાં કોઈ પણ જાતની પરવાનગી વગર પ્રવેશ કરી નૂકશાન કરવાના ઇરાદે, કંપનીની દીવાલને અડીને આવેલા ૫૦થી વધૂ વૃક્ષો કાપી નાખ્યાં
________________&
પાદરા તાલુકાના દુધવાળા ની સીમમાં આવેલ VECL ચેનલ ઉપર આવેલ કીરી ઇન્ડસ્ટ્રીઝ માં રાત્રિના સમયે મૂખ્ય કોઈ અધિકારીઓ ની ગેર હાજરીમા ગેટ ઉપર સિક્યુરિટી અધિકારીઓ અને તેના સ્ટાફની સાથે જબરજસ્તી કરી ગેર કાયદેસર પ્રવેશ કરી નૂકશાન કરવાના ઇરાદે પ્લાન્ટ માં વાહન લઇને ફર્યા હતા આ બાબતે સિક્યુરિટી સ્ટાફે રોકતા ગંદી ગાળો બોલી , વાતાવરણ ઉતેજીત કર્યુ હતું જેમાં બહાર નીકળી
કંપની ની દીવાલને અડીને આવેલ ૫૦થી વધૂ ઝાડો કાપી નાખ્યાં હતાં જે પર્યાવરણ ને મોટું નૂકશાન કર્યુ હતુ આ અંગે તમામ હકીકત સીસી ટીવી કેમેરા માં તમામ ધટના કેદ થઈ ગઈ છે આ અંગે હાજર સ્ટાફે ઉપલા અધિકારીઓને જાણ કરતા કંપની. ના cf જયેશ વ્યાસ સવારે દોડી આવીને હકીકત જોઈ જાણી વડુ પોલિસ ને ફરીયાદ આપતા વડુ પોલીસે એનવાયરો,VECL ચેનલ નાં સી.એ .ઓ. કેયુર પરીખ અને સીજી ઝાલા મળી બે વ્યક્તિઓ સામે ફરીયાદ નોધાવી છે આ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે આ બનાવ બનતા સનસનાટી મચી જવા પામી છે