-
પાદરા ગોપાલ ચાવડા
- પાદરામાં રેલ્વે સ્ટેશન નજીક ખુલ્લી જગ્યામાં તથા રહેણાક મકાનમાં સ્ટેટ મોનેટરીંગ સેલે દરોડો પાડી ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બીયર નંગ ૫૨૪ કિંમત રૂપિયા 68,360 તેમજ અંગજડતી ના રોકડા 24,520 મોબાઈલ નં-૨ કિંમત રૂપિયા 10,000 તથા ત્રણ વાહન કિંમત રૂપિયા ૨,૮૦,૦૦૦ મળી કુલ ૩,૮૨,૦૮૦/- ના મુદ્દા માલ સાથે ત્રણ ઈસમોને પકડી પાડી કાયદેસર ની કાર્યવાહી કરી પાદરા પોલીસને સોંપવામાં આવ્યા હતા. જ્યારે બીજા બે અન્ય વડોદરા ના ઈસમોએ ભારતીય બનાવટ નો વિદેશી દારૂ તથા બિયરનો જથ્થો પૂરો પાડનાર મળી કુલ પાંચ ઈસમો સામે ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.
- સ્ટેટ મોનીટરી સેલ ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓ ગુજરાત રાજ્યના વિસ્તારમાં દારુ અને જુગારની તથા અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિ શોધી કાઢી રેડ કરી કાર્યવાહી કરતા હોય છે. જેઓને પાદરાના સોખડા રોડ રામનગર ખાતે રહેતો જગદીશ ઉર્ફે મારવાડી બંસીલાલ ખત્રી પોતાના મડતીયા માણસો સાથે રહેણાક મકાને તથા નૈનેશ અનિલભાઈ પટેલ ની દાંતીની ઓફિસમાં ભારતીય બનાવટનું વિદેશી દારૂનો જથ્થો રાખી પાદરા રેલવે સ્ટેશનની પાસે ગ્રાઉન્ડમાં ગેરકાયદેસર વેચાણ કરે છે જે પ્રવૃત્તિ હાલમાં ચાલુ છે જે બાતમીના આધારે સ્ટેટ મોનેટરીંગ સેલ ની ટીમ તેમજ એસઆરપીની મદદ લઈ સરકારી ખાનગી વાહનોમાં બેસી બાતમી ની જગ્યા એ રેડ કરતા સ્ટેશનની બાજુમાં ખુલ્લા મેદાનમાં એક વડના ઝાડ નીચે ત્રણ વાહનોમાં (સમુનમુ) સગે વગે કરતા પોલીસ સ્ટાફને જોઈને નાસવાનો પ્રયત્ન કરતા બે ઈસમોને પકડી પાડ્યા હતા. જેઓ સિલ્વર કલરની હ્યુન્ડાઈ ગેટસ કાર તેમજ સફેદ કલરની મારુતિ સ્વિફ્ટ ગાડી ની ડીકી માં દારૂની બોટલ સાથે ઝડપી પાડ્યા હતા. જ્યારે પકડાયેલ બુટલેગર જગદીશ ખત્રી ની પૂછ પરછ કરતા જણાવેલ કે દારૂની હેરાફેરી માટે ત્રણેય વાહનોનો ઉપયોગ લેવામાં આવે છે અને પકડાયેલા સિવાય અન્ય બીજો દારૂ નો જત્થો ક્યાં રાખેલ છે તેમ પૂછતાં તેના રહેણાક વાળી જગ્યાએ અને નૈનેશ અનિલ પટેલ નામ આપતા તેની સ્ટેશન સામે આવેલ લક્કડપીઠા માંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવેલ હતો.
- ઉલ્લેખનીય છે કે જગદીશ મારવાડી દારૂના હેરાફેરી ના ધંધા માટે ટેવાયેલ હોય અને નૈનેશ પટેલ મિત્ર હોય પીઠા પરથી દારૂની જત્થો મળતા તેને પણ મિત્રતા નો ભોગ બનવાનો વારો આવેલ છે.
- આમ પાદરામાં ભારતીય બનાવટ નો વિદેશી દારૂ તથા બીયર કુલ નંગ 524 કિંમત રૂપિયા 68,360 તથા અંગ જડતી ના રોકડા રૂપિયા 24,520 તથા બે મોબાઈલ 10,000 રૂપિયા વાહન ત્રણ કી. ૨,૮૦,૦૦૦ મળી કુલ ૩,૮૨,૦૮૦/- નો મુદ્દા માલ સાથે ત્રણ ઇશમોને ઝડપી પાડ્યા હતા અને દારૂનો જથ્થો પૂરો પાડી એકબીજાની મદદગારી કરતા કુલ પાંચમો સામે પ્રોહી મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. પકડાયેલા ત્રણ ઈસમોમાં ૧.જગદીશ ઉર્ફે મારવાડી બંસીલાલ ખત્રી, રહે.રામનગર, રેલ્વે સ્ટેશન પાસે, પાદરા, ૨.વિજય ભાઈલાલ ઠાકોર, રહે.રેલ્વે સ્ટેશન પાસે પાદરા, ૩. નૈનેશ અનિલ પટેલ, રહે.નવઘરી, પાદરા નો સમાવેશ થાય છે જ્યારે દારૂનો જથ્થો પૂરો પાડનાર ૧.કાલુ ઉર્ફે ટોપી, વારસિયા વડોદરા ૨.અશ્વિન ઉર્ફે ગગી ચંદુ જનસારી, સર્જનમ સોસાયટી, ઘાયજ રોડ, પાદરા સામે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.