વડોદરા શિનોર આશિષ ધોબી
————
————
શિનોર તાલુકાના કુકશ ગામ ખાતે આવેલ સુપ્રસિદ્ધ સંત શ્રી નાયાજી મહારાજના મંદિરે આજરોજ યોજાયેલાં ભાદરવી બીજ ના મેળામાં ભીડ નો લાભ ઉઠાવી ખિસ્સા હળવા કરતી મહિલા ટોળકીને સ્થાનિક લોકોએ ઝડપી પાડી શિનોર પોલીસને સોંપવામાં આવતાં પોલીસે 5 મહિલાઓની અટકાયત કરી કલમ 109 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
શિનોર તાલુકાના કુકશ ગામે આવેલ સુપ્રસિદ્ધ સંત શ્રી નાયાજી મહારાજના મંદિરે ભાદરવી બીજ નો ભવ્ય મેળો યોજાયો હતો.જેમાં હજારોની સંખ્યામાં ભાવિકભક્તો સંત શ્રી નાયાજી મહારાજ ના દર્શન કરવા તેમજ ભાદરવી બીજ ના મેળા નો આનંદ મેરવવા ઉમટી પડ્યાં હતા.તે દરમિયાન ભાદરવી બીજ ના મેળામાં ભાવિકભક્તોના ખિસ્સા હળવા કરવા માટે ફરી રહેલી ખિસ્સા કાતરું 5 મહિલાઓની ટોળકી ને સ્થાનિક લોકોએ રંગેહાથ ઝડપી પાડી શિનોર પોલીસને સોંપવામાં આવી હતી.શિનોર પોલીસે 5 મહિલાઓની અટકાયત કરી તપાસ કરતાં મહિલાઓ સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં રહેતી હોવાની પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.શિનોર પોલીસે ખિસ્સા હળવા કરતી મહિલા ટોળકી સામે કલમ 109 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.