ગોપાલ ચાવડા પાદરા
______________પાદરામાં ભગવાન મહાવીર સ્વામી ના ૨૫૫૧ જન્મકલ્યાણક ની ધામ ધૂમ, શ્રધ્ધા ભક્તિ પૂર્વક ઊજવણી કરવામાં આવી
દિગંબર, શ્વેતાંબર જૈન દેરાસર માં ધાર્મિક વિધિ વિધાન સાથે નગર મા પાલખી યાત્રા નીકળી
ઠેર ઠેર સ્વાગત પૂજનના કાર્યક્રમો યોજાયા
____________
અહિંસા પરમો ધર્મ ના વાહક ભગવાન મહાવીર જૈન ધર્મ નાં ૨૪ માં તીર્થકર નો રવિવારે જન્મકલ્યાણક હોય પાદરામાં , શ્વેતાંબર જૈન, અને દિગંબર જૈન દેરાસર માં વહેલી સવારપ્રભાત ફેરી નિકળી હતી, બન્ને દેરાસરોમાં શ્રાવકો પૂજા અર્ચના માટે ઉમટ્યા હતા તે પહેલાં ત્રણ દિવસ થી દેરાસરને સુંદર શણગાર્યા હતા બહેનો દ્વારા વિશેષઃ કાર્યક્રમો યોજાતા હતા
જન્મકલ્યાણક નાં દિવસે બંને દેરાસરમાં થી
વાજતે ગાજતે બેન્ડ વાજા સાથે ભગવાનની ધૂન સાથે નગરમાં મુખ્ય માર્ગો ઉપર પાલખી યાત્રા નિકળી હતી
પધરાઇ ચોકમા બંને સંપ્રદાય ની યાત્રા ભેગી થતા સુંદર દ્રશ્યો જોવાં મળ્યાં હતાં બહેનોએ ચોકમાં ગરબા ગાયા હતાં
અને ત્યાંથી અલગ અલગ માર્ગો ઉપર પાલખી યાત્રા દેરાસરોમાં પહોચી હતી જેમાં શ્વેતાંબર જૈન યાત્રા ભાવસાર વાડ થઇને ઝંડાબજાર થઈને ચોકસી બજાર નવઘરી પહોચી હતી આમ ભગવાન મહાવીર સ્વામી ના જન્મકલ્યાણક મહોત્સવની શ્રધ્ધા ભક્તિ સાથે ઉજવાઈ હતી દિગંબર જૈન દેરાસરમાં રાત્રે ભગવાનને પારણે ઝુલાવવામાં આવશે