ગોપાલ ચાવડા પાદરા
પાદરામાં ઉભરાતી ગટરથી લોકો ત્રાહિમામ
સત્યમ શિવમ સુન્દરમ ફ્લેટના 70 પરિવારોએ પાદરા નગરપાલિકા સામે હાય હાય ના સૂત્રચાર કરી નારાજગી વ્યક્ત કરી
પાદરામાં ઉભરાતી ગટરો હવે લોકોના માથાનો દુખાવો બની બેઠી છે છેલ્લા ઘણા સમયથી પાદરાના અનેક વિસ્તારોમાં ગટરો ઉભરાવાની સમસ્યાએ ભારે જોર પકડ્યું છે આજે પાદરા ના વોર્ડ નંબર ત્રણમાં આવેલા સત્યમ શિવમ સુન્દરમ ફ્લેટના 70 પરિવારોએ પાદરા નગરપાલિકા હાય હાય ના સૂત્ર ચાર સાથે ભારે
નારાજગી વ્યક્ત કરી છે સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર છેલ્લા ઘણા સમયથી સત્યમ શિવમ સુન્દરમ ફ્લેટની ના મુખ્ય દ્વાર પર બેફામ ગટર ઉભરાઈ રહી છે જે બાબતની રજૂઆત પાદરા નગરપાલિકાને વારંવાર કરવા છતાં પણ કોઈ પ્રકારની કાર્યવાહી ન થતા લોકોમાં રોગચાળાનો ભય જોવા મળી રહ્યો છે લોકોના જણાવ્યા અનુસાર છેલ્લા ઘણા સમયથી આ ગટર ઉભરાય છે જેની રજૂઆત વારંવાર પાદરા નગરપાલિકાને કરવામાં આવી છે પરંતુ પાદરા નગરપાલિકા સામાન્ય કામકાજ કરી સંતોષ માણી લે છે પરંતુ તેનું કાયમી નિરાકરણ લાવવામાં બિલકુલ નિષ્ફળ ગઈ છે જેને લઈને લોકોએ આજે પાદરા નગરપાલિકાની કામગીરી સામે સવાલો ઉભા કર્યા છે લોકોના જણાવ્યા અનુસાર કરોડો રૂપિયાનો ટેક્સ ઉઘરાવતી પાદરા નગરપાલિકા ઉભરાતી ગટરોની સમસ્યા દૂર ક્યારે કરશે તે સવાલ નગરમાં ચર્ચા રહ્યો છે જોકે સત્યમ શિવમ સુન્દરમ સોસાયટીના રહીશોનું માનવામાં આવે તો
છેલ્લા ઘણા સમયથી અલગ અલગ પરિવારોમાં લોકોને બીમારીનું પ્રમાણ વધતું હોવાનું પણ તેઓ જણાવી રહ્યા છે શુ કોઈ રોગચાળો ફેલાશે તો તેની માટે જવાબદાર કોણ ત્યારે ઉભરાતી ગટરોથી સતત પડતી મુશ્કેલીઓ પાદરા નગરપાલિકા દૂર કરશે કે પછી લોકો રોગચાળાનો ભોગ બનશે તે જોવું રહ્યું