ગોપાલ ચાવડા પાદરા
પાદરામાં યોજાયેલા કોંગ્રેસના સ્નેહમિલન સંમેલનમાં કોંગ્રેસ નેતા અર્જુન સિંહ પઢીયાર ભાજપની ચૂંટણી રણનીતિ ની વાહ વાહી કરતો વિડીયો વાયરલ
ભાજપ અગાઉથી તૈયારીઓ કરે છે તે માટે તેની જીત થાય છે જ્યારે કોંગ્રેસ વાળા ચૂંટણીના એક મહિના પહેલા ઘરમાંથી ખેસ કાઢી ને ધોઈને પહેરે છે 58 મહિના ખેસ બાજુ જોતા નથી
ભાષણ કરનાર નેતા અર્જુનસિંહ પઢીયાર કોંગ્રેસ તરફથી અગાઉ વડોદરા જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન રહી ચૂક્યા છે જ્યારે હાલમાં પણ તેઓ જિલ્લા પંચાયત વડુ સીટ પરથી સદસ્ય છે
કોંગ્રેસના જાહેર મંચ પરથી ભાજપની વાહ વાહ કરતો વિડિયો સમગ્ર પંથકમાં વાયરલ થતાં કોંગ્રેસ માં હાલ ચલ મચી ગઈ છે