પાદરા ગોપાલ ચાવડા
પાદરા શાકમાર્કેટમાં મોબાઈલ ચોરી કરેલા ગઠિયા ને પાદરા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો
પાદરામાં શાક માર્કેટમાં મોબાઈલ ચોરીની ઘટના છાસવારે બનતી હોય છે ત્યારે પાદરા પોલીસે ડી સ્ટાપ જી આર ડી ની આ વખતે ગુપ્ત સુરક્ષાઓ ગોઠવવામાં આવી હતી ત્યારે આજરોજ પાદરાના શાકમાર્કેટ ખાતે એક ગઠિયો મોબાઇલ ચોરીની ફિરાગમાં આવ્યો હતો અને મોબાઈલ ચોરી કરી ફરાર થઈ ગયો હતો પરંતુ આ ઘટનાને સીસીટીવી કેમેરાના આધારે પાદરા પોલીસે ગણતરીના કલાકમાં જ ઉકેલી નાખી હતી પાદરા ના પોલીસ વિભાગના અધિકારી એલબી તડવીની અંડરમાં બનાવેલી વિવિધ ટીમો દ્વારા બનેલી ઘટનાના કલાકો બાદ જ આરોપીને શોધી કાઢવા માટે પડદા ફાસ્ટ કરવામાં આવ્યો હતો જોકે બે કલાકની જહેમત બાદ મોબાઈલ ચોરી કરેલા ગઠિયા ને પોલીસે ઝડપી પાડ્યો હતો ઉલ્લેખનીય છે કે આ ઘટ્યો હિન્દી ભાષા બોલતો હોવાનો તેમજ વડોદરાનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે પોલીસે આ સમગ્ર મામલે ગઠીયાને ઝડપી જેલ હવાલે કર્યો છે અને ગઠીયા એ કેટલા મોબાઇલની ચોરી કરી છે તે બાબતે ઊંડાણપૂર્વક પોલીસે તપાસ હાથ ધરી છે