ગોપાલ ચાવડા પાદરા
પાદરા તાલુકા આચાર્ય સંઘ દ્વારા ગ્રાન્ટેડ માધ્યમિક અને ઊચ્ચતર માધ્યમિક શાળાઓ ના આચાર્યો દ્વારા શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ ની ભરતી સહિત વિવિધ માંગણીઓ સાથે પાદરા ના ધારાસભ્ય ને આવેદનપત્ર આપ્યું હતું..
પાદરા તાલુકા આચાર્ય સંઘ દ્વારા માધ્ય
મિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ ના આચાર્યો દ્વારા પોતા ના વિવિધ પડતર પ્રશ્નો સાથે પાદરા ના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા મેં આવેદનપત્ર આપી રજુઆત કરી હતી
જેમાં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ શૈક્ષણિક કાર્યો માટે તેમજ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ જેમાં શિક્ષકો, ક્લાર્ક, સેવક સહિતના કર્મચારીઓ ની કાયમી ભરતી કરવામાં આવે તેમજ પરિણામ આધારિત ગ્રાન્ટ નીતિ ને સંપૂર્ણ નાબૂદ કરવા તથા જૂની પેનસન યોજના પુનઃ દાખલ કરવા તેમજ જુના શિક્ષકો ની ભરતી કરવી અને સરકારે સ્વીકારેલ કોર્ટમાં થી એલ.પી.એ પરત ખેંચવી સહિત તેમજ સાત માં પગાર પંચ નો પાંચ મો હપ્તો સહિત વિવિધ પડતર પ્રશ્નો નો તાત્કાલિક ધોરણે રાજ્ય સરકાર પરિપત્ર દ્વારા અમલીકરણ કરે તેવી વિવિધ પડતર માંગણીઓ કરવામાં આવી હતી
પાદરા તાલુકા આચાર્ય સંઘ ના પ્રમુખ વિજય પઢિયાર તથા અધ્યક્ષ કૌશિક રાણા સહિત વડોદરા જિલ્લા આચાર્ય સંઘ ના રમણભાઈ લીંબચીયા સહિત આચાર્યો ઉપસ્થિત રહી ને પાદરા ના ધારાસભ્ય ને આવેદનપત્ર આપી પોતાની માગણી સરકાર સુધી પહોંચાડવા માટે રજુઆત કરી હતી
અત્રે ઉલ્લેખનીય છે કે શનિવાર તા. 29 મી જુલાઈ ના રોજ રાજ્ય ના તમામ ઘટક સંઘો ના હોદેદારો દ્વારા તેઓ ના વિસ્તારના સાંસદ અને ધારાસભ્યો ને આવેદનપત્ર પાઠવવા માં આવ્યું હતું જેના ભાગરૂપે પાદરા તાલુકા માં આવેદનપત્ર આપી રજુઆત કરી હતું