પાદરા નગર પાલિકાની કોલેરા ને નાંથવા મેરોથોન મિટિંગ યોજાઈ
ખાણીપીણી, ની લારીઓ, હોટલો, રેસ્ટોરન્ટ વાળા, ને બોલાવી સ્વચ્છતાના પાઠ પઢાવાયા
===========
રોગચાળા અને ગંદકી નું મુખ્ય કારણ ઉભરાતી ગટરો વિસરાઈ,પાદરાની મુખ્ય સમસ્યા
============
પાદરામાં કોલેરા ફાટતાં સમગ્ર તંત્ર અચાનક દોડતું થયું હતું જેમાં 3 વ્યક્તિઓને પોઝિટિવ કોલેરા જાહેર થયા હતા
અને 25થી વધુ દર્દીઓને પાદરા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જેઓને પ્રાથમિક સારવાર બાદ રજા આપી હતી
આ બનાવના બનતા પાદરા પાલીકા યે અખાદ્ય ખોરાક,ખાણી પીણી, ના ધંધા ઉપર તવાઈ કરીને નકામો ખોરાક કબ્જે કરીને નાશ કર્યો હતો
જેમાં શુક્રવાર ના રોજ પાલિકાનાં હોલમાં ખાણી પીણી ના ધંધા વાળાઓની મીટીંગ બોલાવીને સ્વચ્છતાનું પાલન કરવા તાકીદ કરી
હતી તમામ જરૂરી પગલાંનું માગૅદશૅન , પાલિકાના અધિકારીઓ નિલેશ કનોજીયા, કલ્પિત પટેલ દ્વારા આપવામાં આવ્યું હતુ એને કારોબારી ચેરમેન , સચિન ગાંધી યે સ્વચ્છતાના ઉપાયો જણાવી કાયદાના મારથી બચવા સલાહ આપી હતી પરંતુ આ મીટીંગ મા સમગ્ર રોગચાળાની સમસ્યા ઉભરાતી ગટરો ને નજર અંદાઝ કરાઈ હતી તે અંગે કોઈ ઉલ્લેખ નહિ કરાતા આશ્ચર્ય થયું હતું