ગોપાલ ચાવડા
=======
વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, માતૃ શકિત પાદરા પ્રખંડ ગ્રામ્ય ની વ્યાપક બેઠક યોજાઇ
=============
500થી વધૂ કાર્યકર્તાએ ભાઈઓ, બહેનો અને યુવાનો હાજર રહ્યા
===========
રામજન્મ ભૂમિ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં પાદરા મહિસાગર નદીનું
પવિત્ર જળ વાજતે ગાજતે મોકલાશે
=============
દેશ ભરમાં નીકળનાર બજરંગ દળ ની. શૌર્ય યાત્રા નુ પાદરામાં ભવ્ય સ્વાગત અને ધર્મ સભા યોજાશે,
============
વિશ્વ હિન્દુ પરિષદ ની સ્થાપના ને જન્માષ્ટમીએ ૬૦ વર્ષ થતાં ષષટીપૂર્તી નાં અનેક કાર્યક્રમો યોજાશે
_________________
વિશ્વ વ્યાપી હિન્દુ ધર્મ નુ સંગઠન એટલે વિશ્વ હિન્દૂ પરિષદ ને આ જન્માષ્ટમીએ ૬૦ વર્ષ થતાં હોય અનેક કાર્યક્રમો યોજાશે
તેને લઈને વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, અને માતૃશક્તિ, દુગાવાહિની ની વ્યાપક બેઠક રવિવારે મુવાલ ખાતે અર્પી સ્કૂલમાં યોજાઈ હતી જેમાં
૫૦૦થી વધૂ કાર્યકર્તાએ ભાઈઓ, બહેનો, યુવાનો હાજર રહયાં હતાં
પ્રારંભ માં પૂ સંતો અને vhp નાં પદાધિકારીઓ અને મહેમાનોના હસ્તે દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું
ત્યારબાદ બેઠકનો પ્રારંભ કરવા માં આવ્યો હતો
જેમાં ગોપાલ ચાવડા દક્ષિણ ગુજરાત પ્રાંત સહસેવા પ્રમુખ દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ ની સ્થાપના હેતુ , મુસ્લીમ આક્રમણો , હિંદુ આસ્થાના કેન્દ્રો ઉપર હુમલા, અંગ્રેજો દ્વારા ક્રિસ્ટી ધર્માંતરણ દેશ નાં ભાગલા, અને કોંગ્રેસ દ્વારા નકલી બિનસાંપ્રદાયિકતા નું શાસન માં હિન્દુઓને અન્યાય, શ્રી રામ જન્મ ભૂમિ આંદોલન હિન્દુ વિજય અને આગામી કાર્યક્રમો અને વર્તમાન રાષ્ટ્ર ઉપર આઘાત , અને મુસ્લીમ સમસ્યા ઉપર ધારદાર પ્રવર્ચન કરી કાર્યકર્તાઓને સાચી સમજ આપી હતી
ત્યારબાદ દક્ષિણ ગુજરાત પ્રાંત ન સંગઠન મંત્રી ચંદ્રકાન્ત ભાઈ ઉપાઘ્યાય દ્વારા વર્તમાન સ્થિતી માં વિશ્વ હિન્દૂ પરિષદ ની દેશ માટે અને હિન્દુ સુરક્ષા માટે ભૂમિકા , રામજન્મ ભૂમિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ની રૂપ રેખા રજૂ કરવામાં આવી હતી જિલ્લા મંત્રી વિનોદ રાજપૂત દ્રારા આગામી કાર્યક્રમો , વિહિપ સ્થાપના દિવસ જન્માષ્ટમી ૬૦મુ વર્ષ નિમિતે સંગઠન, સેવા , બજરંગ દળ સુરક્ષા યાત્રા નિલેશ પરમાર દ્રારા
વિગતો આપવામાં આવી હતી
અંતે બેઠકના ઉદઘાટન સત્ર નાં અધ્યક્ષ અર્પી સ્કુલ નાં મુખ્ય સંચાલક ઉપેન્દ્ર ભાઈ રાજે વિહીપ માટે ગમે ત્યારે કામ કરવા જણાવ્યું હતું
પ્રખંડ પ્રમૂખ ભગત
ઘનશ્યામ ભાઈ પઢિયારે
સેવા પરમો ધર્મ જણાવીને સૌ કાર્યકર્તાઓને ધર્મ માટે કામ કરવાની હાકલ કરી હતી આ બેઠકમાં નવા ૨૫ સત્સંગ કેન્દ્રો નો પ્રારંભ કરવામાં આવશે બેઠક નું સંચાલન પાદરા પ્રખંડ ના મંત્રી દેવલ પટેલે કર્યુ હતું મહેમાનોનો પરિચય બજરંગ દળ સયોજક
સુધીર સિહે કર્યુ હતું અંતે સહું ૫૦૦થી વધુ કાર્યકર્તાઓએ સમૂહ ભોજન પ્રસાદી લીધી હતી