પાદરાા ગોપાલ ચાવડા
પાદરામાં કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા ફટાકડા નાં મોલનો ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા નાં હસ્તે પ્રારંભ
==============
ચાઇનીઝ નાં બહિષ્કાર સાથે, બારમાસ વેચાણ
=============
મહિલાઓ દ્વાર મુખવાસ અને ફરસાણ ની બનાવટ વેચાણ સ્ટોલ નો પ્રારંભ
=============
સમાજ એક સાથે ઍક દિશામાં કામ કરવાનો નિર્ધાર કરે છે તો સર્જન
ની દિશાઓ ખુલી જાય છે તેનું આગવું ઉદાહરણ
==========
પાદરામાં કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા સામૂહિક શકિત દ્વાર ફટાકડાના મોલ નો પ્રારંભ શનીવાર નાં રોજ શરદ પૂર્ણિમાના શુભ દિવશે ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા નાં હસ્તે કરવામાં આવ્યો હતો
પાદરામાં કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા વર્ષોથી જલાઉ અને ઇમારતી લાકડા નો વેપાર કરવામાં આવી રહ્યો છે
જે આગવી ઓળખ ઉભી થયેલી છે , જે ધાર્મિક, સાંસ્ક્રુતિક અને રાષ્ટ્રીય વિચાર ધારા સાથે વરેલો મહેનતુ અને પ્રમાણિક સમાજ છે
તેમના સાંસ્ક્રુતિક ગરબા 45 વર્ષોથી પાદરા ની આગવી છાપ ઊભી થઈ છે
ત્યારે હવે નવી યુવા પેઢી યે ફટાકડા નાં હોલસેલ અને છૂટક વ્યવસાય સાથે આગવી ઓળખ ઊભી કરવાનો નિર્ધાર સાથે શરદ પૂર્ણિમાના શુભ અવસરે પ્રારંભ ધારાસભ્ય નાં હસ્તે કર્યો છે
જે ચાઇનીઝ મુક્ત છે વ્યાજબી ભાવે, વેચાણ કરી આવતો નફો સમાજના કામમાં ઉપયોગ કરવો આ શુભ ઉદ્દેશ્ય સાથે પ્રારંભ કરાયો જેમાં માજી પાલીકા પ્રમુખ મયૂર ધવજ સિહ ઝાલા, કરછ કડવા પાટીદાર સમાજના આગેવાનો, બાબુભાઇ પટેલ, અજીત ભાઈ પટેલ , પ્રમૂખ સંજય પટેલે મહા મંત્રી શંકર ભાઈ પટેલ સહિત આગેવાનો , સમાજના યુવાનો વડીલો ભાઈઓ તેમજ મોટી સંખ્યામા બહેનો ઉપસ્થીત રહ્યા હતા
બહેનો દ્વારા ફરસાણ, પાપડ, મુખવાસ જેવી ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન,વેચાણ પણ શરુ કર્યુ છે જે સરાહનીય કામગીરી છે